ગંગા-યમુનાના પાણીમાંથી 'મહાપ્રસાદ' બનાવવામાં આવે છે
જગન્નાથ મંદિરના રસોડામાં બનેલા પ્રસાદને તૈયાર કરવા માટે માત્ર શુદ્ધતાનું જ ધ્યાન રાખવામાં આવતું નથી પરંતુ તેને બનાવવા માટે પાણી પણ ખાસ હોય છે. ભગવાનનો ભોગ રસોડા પાસેના બે કૂવાના પાણીમાંથી તૈયાર કરવામાં આવે છે અને આ કૂવાના નામ ગંગા-યમુના છે. મોટી માત્રામાં ભોગ બનાવવા માટે આ ગંગા-યમુના કુવાઓનું જ પાણી વપરાય છે.
800 લોકો મળીને ભોગ તૈયાર કરે છે
જગન્નાથ મંદિરનું રસોડું દુનિયાનુ સૌથી મોટું રસોડું કહેવાય છે. અહીં દરરોજ મોટી માત્રામાં ભોગ (મહાપ્રસાદ) તૈયાર કરવામાં આવે છે. ભોગની માત્રા આટલી વધુ હોય કે તેને તૈયાર કરવા માટે ઓછામાં ઓછા 800 લોકો એક સમયે રસોડામાં કામ કરે છે. તેમાંથી લગભગ 500 રસોઈયા છે અને 300 લોકો તેમના મદદ કરવા માટે છે.
મહાપ્રસાદ રાંધવાની રીત પણ વિચિત્ર છે
જગન્નાથ મંદિરમાં તૈયાર કરવામાં આવેલ મહાપ્રસાદને રાંધવા માટે માત્ર માટીના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે આ વાસણો એકની ઉપર બીજા રાખવામાં આવે છે. અને નવાઈની વાત એ છે કે ઉપર મુકેલા વાસણનો ખોરાક સૌથી પહેલા રંધાય છે અને નીચે મુકેલા વાસણનો ખોરાક સૌથી છેલ્લે રંધાય છે. એવું માનવામાં આવે છે કે જગન્નાથ મંદિર રસોડામાં મા લક્ષ્મીની દેખરેખમાં આખો ભોગ તૈયાર કરવામાં આવે છે. આ મહાપ્રસાદનો મહિમા એવો છે કે તેને લેવા માટે દૂર-દૂરથી લોકો આવે છે.