Photos - અમદાવાદમાં જગન્નાથની રથયાત્રા: 143 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરિસરમાં યોજાઇ રહી છે રથયાત્રા(જુઓ ફોટ)

મંગળવાર, 23 જૂન 2020 (11:30 IST)
કોરોના મહામારીને પગલે આ વર્ષે રાજ્યભરમાં યોજાતી રથયાત્રાઓ પણ મોકુફ રાખવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદમાં દરવર્ષે યોજાતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા 143 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર મંદિર પરિસરમાં જ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.


કોરોના મહામારીની સ્થિતિને જોતાં આગામી અષાઢી બીજે યોજાનારી ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા કાઢવા અંગે છેલ્લા ઘણાં વખતથી અસંમજસની સ્થિતિ ચાલી રહી હતી.

જે દરમિયાન ગુજરાત હાઈકોર્ટ આ વર્ષે રથયાત્રાના આયોજન પર રોક લગાવ્યા પછી રવિવારે મોડી સાંજે જગન્નાથ મંદિરમાં રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મંદિરના ટ્રસ્ટીઓની બેઠક યોજાઈ હતી. બેઠકના અંતે આ વર્ષે અમદાવાદમાં રથયાત્રાનું આયોજન ન કરવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તેમના ધર્મપત્નિ અંજલીબેન સાથે પ્રતિ વર્ષ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની રથયાત્રાની પૂર્વ સંધ્યાએ સોમવારે રાત્રે જગન્નાથજીની શ્રધ્ધાપૂર્વક દર્શન- આરતી કર્યા હતા. આ વેળાએ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજા, અમદાવાદના મેયર બિજલબેન પટેલ, કલેક્ટર કે. કે. નિરાલા, મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તેમજ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ જ્હા પણ મુખ્યમંત્રી સાથે જોડાયા હતા.
 
કોરોનાના કારણે પૂરતી કાળજી રાખવામાં આવી રહી છે. જગન્નાથ મંદિરમાં થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરીને ભક્તોને વારાફરતી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા. મામેરાની પૂજા વિધિ કરવામાં આવી હતી. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, જય રણછોડ માખણ ચોરના નારા ગૂંજી રહ્યાં છે. ત્રણેય રથે એક પરિક્રમા પૂર્ણ કરી અને તેમને મંદિર પરિસરમાં ઊભા રાખવામાં આવ્યાં છે. 
દર વર્ષની જેમ ઢોલ નગારા સાથે ભગવાનને રથમાં બિરાજમાન કરાયા છે. રથયાત્રા માટે હાલ 14 હાથીઓને મંદિર પરિસરમાં લાવવામાં આવ્યાં છે. સવારે 5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ 6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને અને આવ્યા 6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા હતા.

દરેક રથ પર 10 ખલાસીઓને રહેવા મંજૂરી આપવામાં આવી છે. રથ પર જાય તે પહેલા તમામનું થર્મલ ગનથી સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું. વહેલી સવારે મંગળા આરતી બાદ ભગવાનની આંખ પરથી પાટા દૂર કરવામાં આવ્યાં હતા અને જગન્નાથજીને અતિપ્રિય એવો ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.  મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથનો રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે. ત્યારબાદ પોલીસે રથને કોર્ડન કરી લીધો હતો. 
4.00 વાગ્યે ભગવાનની મંગળા આરતી
4.30 ભગવાનના પાટા ખોલવામાં આવ્યા
4.45 વાગ્યે ખીચડાનો ભોગ ધરાવવામાં આવ્યો.
5.58 વાગ્યે ભગવાન જગન્નાથને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
6.03 વાગ્યે બહેન સુભદ્રાજીને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા
6.09 વાગ્યે ભાઈ બલરામને રથમાં બિરાજમાન કરવામા આવ્યા
6.59 વાગ્યે પહિંદ વિધિ કરવામાં આવી
7.02 મુખ્યમંત્રી રૂપાણીએ રથ ખેંચી રથપ્રસ્થાન કરાવ્યું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર