કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાને લઇને ગુજરાત હાઇકોર્ટે રોક લગાવ્યા બાદ મંદિરના અધિકારીઓએ મંગળવારે મંદિર પરિસરમાં જ ભગવાનની રથયાત્રા કાઢવાનો નિર્ણય કર્યો છે. ભગવાન જગન્નાથ મંદિરના મુખ્ય પૂજારી મહંત દિલીપ દાસજી મહારાજએ કહ્યું હતું કે 143મી રથયાત્રાના સામાન્ય માર્ગ પર નિકાળવામાં નહી આવે.
બીજી તરફ આજે રથયાત્રાને લઈને જગન્નાથ મંદિરમાં 11 ગજરાજોનું આગમન થયું હતું. ત્રણ ગજરાજોને આસામમાંથી લાવવામાં આવ્યા છે. આસામથી લાવવામાં આવેલા ગજરાજોને બલરામ, જાનકી, સુભદ્રા નામ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત ત્રણેય રથોને ખલાસીઓ દ્વારા મંદિરના પ્રાગણમાં મુકવામાં આવ્યા છે. વિપક્ષના નેતા સાંજે રથનું પૂજન કરશે. જ્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાંજની આરતીમાં ભાગ લેશે.