હિન્દુ પંચાગ મુજબ આ તહેવાર શ્રીરામ નવમીના ઠીક એક મહિના પછી આવે છે. માતા સીતા, મા લક્ષ્મીનો અવતાર છે. માતા સીતા ભક્તોને સ્વાસ્થ્ય, બુદ્ધિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. સીતા નવમીના દિવસે બ્રહ્મમૂહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. રામ દરબારનુ પૂજન કરો. માતા સીતાને સિંદૂર અને ભગવાન શ્રીરામને ચંદન લગાવો. પૂજા અર્ચના પછી માતા સીતાનુ ધ્યાન કરો. માતા સીતા અને ભગવાન શ્રીરામની આરતી કરો. આ પાવન દિવસે હનુમાન જીનુ પણ ધ્યાન કરો.
સીતા નવમી પૂજા વિધિ
માતા સીતાની પૂજા કરવાથી ભગવાન હનુમાન સદા ભક્તોની રક્ષા કરે છે. આ દિવસે રામાયણનો પાઠ કરો. જાનકી સ્ત્રોત અને શ્રીરામ સ્તુતિ કરો. પ્રભુ શ્રી રામ અને માતા સીતાને પીળા વસ્ત્રો અર્પિત કરો. માતા સીતાને શૃંગારની સોળ વસ્તુઓ અર્પણ કરો. ભગવાન રામ અને માતા સીતાને પ્રસાદ ચઢાવો. ધ્યાન રાખો કે ભગવાનને માત્ર સાત્વિક વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે. સીતા નવમીનુ વ્રત કરવાથી સ્ત્રીઓને સૌભાગ્યવતી થવાનો આશીર્વાદ મળે છે. માતા સીતા પોતાના ત્યાગ માટે પૂજનીય છે. સુહાગન સ્ત્રીઓ આ દિવસે પોતાની પતિની લાંબી આયુ માટે વ્રત કરે છે. રામ અને લક્ષ્મણ સાથે દેવી સીતાની પૂજા કરે છે. જાનકી સ્ત્રોતનો પાઠ કરે છે. આ દિવસે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ. વ્યક્તિએ પૃથ્વી માતાની પૂજા કરવી જોઈએ અને પોતાના પગ જમીન પર મુકવા જોઈએ. જે સ્ત્રીઓ આ વ્રત અને સ્નાન કર્યા પછી પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જે લોકો સીતા નવમીનુ વ્રત કરે છે તેમના વિવાહિત જીવનમાં શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓ આવશે. વિવાહિત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે, જ્યારે અપરિણીત છોકરીઓ સારો પતિ મેળવવા માટે વ્રત રાખે છે.
સીતા નવમી નો શુભ મુહૂર્ત…
આ વખતે સીતા નવમી નવમીના દિવસે, આ વર્ષે 29 એપ્રિલ 2023 ના રોજ, સીતા નવમીનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવશે.
સીતા નવમી તિથિ શરૂ થાય છે – 28 એપ્રિલ 2023 સાંજે 04:01 વાગ્યે
સીતા નવમી તિથિ સમાપ્ત – 29 એપ્રિલ 2023 ના રોજ સાંજે 6. 24 વાગ્યે