Sita navami 2023- માતા સીતા ની કહાની

શુક્રવાર, 28 એપ્રિલ 2023 (10:38 IST)
Sita Navami- માતા સીતાને ત્યાગની દેવી પણ કહેવામાં આવે છે. માતા સીતાનું જીવન સંઘર્ષથી ભરેલું રહ્યુ છે. ધાર્મિક માન્યતાઓ મુજબ માતા સીતાનો જન્મ વૈશાખ શુક્લ પક્ષની નવમી તિથિએ થયો હતો. આ દિવસને સીતા નવમીના રૂપમાં ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર આ દિવસે વિધિ વિધાનપૂર્વક માતા સીતાની પૂજા-અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થઈ જાય છે. આજે આ લેખ દ્વારા અમે તમને માતા સીતાના જીવન સાથે જોડાયેલા કેટલાક તથ્યો વિશે બતાવી રહ્યા છીએ... 

માતા સીતાના જન્મની કહાની 
દેવી સીતા મિથિલાના રાજા જનકની સૌથી મોટી પુત્રી હતી, તેથી તેમને 'જાનકી' પણ કહેવામાં આવે છે. વાલ્મીકિ રામાયણ અનુસાર, એકવાર રાજા જનક મિથિલામાં ભયંકર દુષ્કાળથી ખૂબ જ પરેશાન હતા, ત્યારે આ સમસ્યામાંથી મુક્તિ મેળવવા માટે, એક ઋષિએ તેમને યજ્ઞ કરવા અને પૃથ્વી ખેડવાનું સૂચન કર્યું. તે ઋષિના સૂચન પર રાજા જનકે યજ્ઞ કર્યો અને ત્યારબાદ રાજા જનકે જમીન ખેડવાની શરૂઆત કરી. ત્યારે જ તેને પૃથ્વી પરથી સોનાના બંડલમાં માટીમાં લપેટેલી એક સુંદર છોકરી મળી. તે છોકરીને હાથમાં લઈને રાજા જનકે તેનું નામ 'સીતા' રાખ્યું અને તેને પોતાની પુત્રી તરીકે દત્તક લીધી. એ રહસ્ય હજુ પણ અકબંધ છે કે સીતાના માતા-પિતા કોણ છે?
માતા સીતા અને ભગવાન રામના લગ્ન
ધાર્મિક માન્યતાઓ અનુસાર માતા સીતા અને ભગવાન રામના લગ્ન માર્ગશીર્ષ મહિનાના શુક્લ પક્ષના પંચમી તિથિએ થયા હતા.
 
માતા સીતા લગ્ન પછી પોતાના પિયર ગયા નહોતા
ધાર્મિક કથાઓ મુજબ માતા સીતા લગ્ન પછી પોતાના પિયર ગયા નહોતા. લગ્નના થોડા સમય પછી જ માતા સીતા અને ભગવાન રામ, લક્ષ્મણ જી સાથે વનવાસ ચાલ્યા ગયા હતા. 
 
લંકામા માતા સીતાની પ્રતિછાયા હતી
ધાર્મિક કથાઓ અનુસાર લંકામાં  માતા સીતાની પ્રતિછાયા હતી  માતા સીતાનુ અસલી સ્વરૂપ અગ્નિદેવ પાસે હતુ. માતા સીતા લંકામાં 435 દિવસ સુધી રહ્યા હતા.  
 
લવ-કુશના જન્મ સમયે શત્રુઘ્ન આશ્રમમાં હાજર હતા.
ધાર્મિક માન્યતાઓ અનુસાર લવ-કુશના જન્મ સમયે શત્રુઘ્ન પણ એ  જ આશ્રમમાં હાજર હતા. શત્રુઘ્ને બંને બાળકોને આર્શીવાદ પણ આપ્યા હતા. પરંતુ તે સમયે તે જાણતા નહોતા કે તે માતા સીતા અને ભગવાન રામના પુત્રો છે. એ સમયે શત્રુધ્ન અને માતા સીતાની આશ્રમમાં મુલાકાત થઈ શકી નહોતી. 
 
માતા સીતા ઘરતીમાં સમાવી ગયા હતા 
ધાર્મિક કથાઓ અનુસાર માતા સીતા પૃથ્વીમાં સમાય ગયા હતા એવું માનવામાં આવે છે કે માતા સીતા ઘરતીના પુત્રી હતા.
(Edited By Monica sahu)

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર