Sharad Purnima Na Upay: શરદ પૂર્ણિમાના દિવસે કરો આ 5 અચૂક ઉપાય, સુખ સમૃદ્ધિના ખુલશે દ્વાર

મંગળવાર, 15 ઑક્ટોબર 2024 (00:20 IST)
Sharad Purnima Remedies 2024:  બુધવાર, 16 ઓક્ટોબર 2024ના રોજ આ વખતે શરદ પૂર્ણિમાના દિવસે દિલ્હીમાં સાંજે 05:13 કલાકે ચંદ્રોદય થશે.  પૂજાનો શુભ સમય બુધવાર, 16 ઓક્ટોબર 2024 ના રોજ સાંજે 05:56 થી 07:12 ની વચ્ચે રહેશે. એવું માનવામાં આવે છે કે જો તમે આ દિવસે 5 ખાસ ઉપાય કરી લો  તો તમારું ભાગ્ય ચમકી જશે. ચાલો જાણીએ તે જ્યોતિષીય ઉપાયો શું છે.
 
1. ચંદ્ર દોષ કરે છે દૂર -  શરદ પૂર્ણિમાના દિવસે ધાબા કે ગેલેરીમાં ચાંદનીના અજવાળામાં ચાંદીના વાસણમાં દૂધ મુકવામાં આવે છે. પછી તે દૂધ ભગવાનને નૈવેધ ધરાવ્યા પછી પીવામાં આવે છે. આ દૂધનું સેવન કરવાથી ચંદ્ર દોષ દૂર થાય છે અને રોગપ્રતિકારક શક્તિનો વિકાસ થાય છે.
 
2. ચંદ્રગ્રહણથી મુક્તિ મેળવવાનો ઉપાયઃ જો કુંડળીમાં ચંદ્રગ્રહણ હોય તો તેને દૂર કરવા માટે આ દિવસ શ્રેષ્ઠ છે. આ દિવસે ચંદ્ર સાથે સંબંધિત વસ્તુઓનું દાન કરવું જોઈએ અથવા લોકોને સાર્વજનિક દૂધ વહેંચવું જોઈએ.   તમારા પર 6 નારિયેળ ઉતારીને તેને કોઈ વહેતી નદીમાં પ્રવાહીત કરવા જોઈએ. 
 
 3. લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે: શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે દરેક પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પીપળના ઝાડ પર આવે છે. તેથી, તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કર્યા પછી પીપળના ઝાડની સામે કંઈક મીઠાઈ અને પાણી અર્પણ કરવું જોઈએ.
 
4. દાંપત્ય જીવન માટેઃ એવું કહેવાય છે કે સફળ દામ્પત્ય જીવન માટે પતિ-પત્ની બંનેએ પૂર્ણિમાના દિવસે ચંદ્રને દૂધ અર્પણ કરવું જોઈએ. તેનાથી વિવાહિત જીવનમાં મધુરતા જળવાઈ રહે છે.
 
5. સુખ સમૃદ્ધિ હેતુ -  તમારે કોઈપણ વિષ્ણુ લક્ષ્મી મંદિરમાં જઈને અત્તર અને સુગંધિત અગરબત્તીઓ અર્પણ કરવી જોઈએ અને ધન, સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની દેવી દેવી લક્ષ્મીને તમારા ઘરમાં કાયમી નિવાસ કરવા માટે પ્રાર્થના કરવી જોઈએ.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર