Sharad Purnima 2024: શરદ પૂર્ણિમા ક્યારે ? જાણો આ દિવસે શુ કરવુ અને શુ નહી ?

સોમવાર, 14 ઑક્ટોબર 2024 (13:18 IST)
Sharad purnima Vrat 2024: હિન્દુ ધર્મમાં દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની ચતુર્દશી તિથિના રોજ શરદ પૂર્ણિમા ઉજવાય છે.  આ દિવસે ધનની દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાની પરંપરા છે. હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાની રાતને ખૂબ ખાસ માનવામાં આવે છે.  કારણ કે આ રાત્રે ચંદ્રમાં સંપૂર્ણ રીતે ચમકે છે. એટલે કે ચંદ્રમાં 16 કળાઓથી પરિપૂર્ણ થાય છે.  આ દિવસે વ્રત કરવાથી વ્યક્તિને સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. એવુ માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમા પર પૂજા કરવાથી ઘરમાં સૌભાગ્ય અને સમૃદ્ધિ આવે છે અને ચાંદની રાતમા ખીર મુકીને ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.  આ દિવસે મંદિરના દર્શન કરવાથી તમારુ મન શાંત થશે. શરદ પૂર્ણિમા આધ્યાત્મિક વિકાસ માટે એક સારી તક છે.  
 
શરદ પૂર્ણિમા 2024 તિથિ 
અશ્વિન મહિનાની પૂર્ણિમા તિથિની શરૂઆત - 16 ઓક્ટોબર રાત્રે 8 વાગીને 40 મિનિટ પર 
આસો મહિનાની પૂર્ણિમા તિથિ સમાપ્ત - 17 ઓક્ટોબર સાંજે 4 વાગીને 55 મિનિટ પર 
શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરના રોજ ઉજવાશે. ચંદ્રોદયનો સમય  5 વાગીને 5 મિનિટ રહેશે. 
 
શરદ પૂર્ણિમાના દિવસે શુ કરવુ ? 
ચંદ્રમાંને જળ ચઢાવો અને મંત્રોનો જાપ કરો 
દેવી લક્ષ્મીની પૂજા કરો અને ધન માટે પ્રાર્થના કરો 
ઘરમાં દિવો પ્રગટાવો, તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે 
દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના મંત્રોનો જાપ કરો 
ધાર્મિક ગંથ વાંચો 
ગરીબોને દાન કરો 
 
શરદ પૂર્ણિમાના દિવસે ન કરશો આ કામ 
નકાત્મક વિચારોને તમારા મનમાં ન આવવા દો 
કોઈની સાથે વિવાદ ન કરો 
ક્રોધ ન કરો 
તમારે ખોટુ બોલવાનુ નથી 
 
આ વાતો પર વિશેષ ધ્યાન આપો
 
શરદ પૂર્ણિમાના દિવસે ભૂલથી પણ તામસિક ભોજન ન કરો. સાથે જે આ દિવસે લસણ અને ડુંગળીનુ સેવન પણ વર્જિત છે. આ દિવસે કાળા રંગનો પ્રયોગ ન કરો અને કાળા કપડા ન પહેરો. ચમકીલા સફેદ કપડા પહેરો તો સારુ રહેશે. 
 
શરદ પૂર્ણિમા પર ચંદ્રમાની રોશનીમાં મુકેલી ખીર ખાવાનુ વિશેષ મહત્વ હોય છે. શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાની રોશનીમાં મુકેલી ખીરનો નૈવેદ્ય લગાવવાની પરંપરા છે. એવુ માનવામાં આવે છે કે ચંદ્રમાની કિરણોના પ્રભાવથી ખીરનુ અમૃત રસ તેમા ભળી જાય છે. ખીરને કાંચ, માટી કે ચાંદીના વાસણમાં જ મુકો.  અન્ય ધાતોનો પ્રયોગ ન કરો. શરદ પૂર્ણિમાના દિવસે ઘરમાં કોઈ પણ પ્રકારનો ઝગડો કે ક્લેશ ન થવો  જોઈએ. તેનાથી ઘરમાં દરિદ્રતા આવે છે. 
 
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર