Shani Shubh Sanket: આ લોકો પર શનિદેવ હંમેશા પોતાની કૃપા વરસાવે છે. પૈસા અને ખુશીઓથી ભરી દે છે આ રાશિઓનુ જીવન.

શનિવાર, 8 ઑક્ટોબર 2022 (00:34 IST)
-કુંભ અને મકર રાશિના લોકો પર શનિદેવ હંમેશા દયાળુ રહે છે
-શનિવારે મંદિરમાંથી શૂઝ અને ચપ્પલની ચોરી એ શુભ સંકેત છે.


Shani Shubh Sanket: શનિદેવ ભગવાન સૂર્યના પુત્ર છે, તેઓ કર્મદાતા તરીકે ઓળખાય છે.  શનિ લોકોના કર્મો પ્રમાણે ફળ આપે છે. ઉલ્લેખનીય છે કે કોઈપણ વ્યક્તિની કુંડળીમાં શનિની શુભ કે અશુભ સ્થિતિને કારણે તેના જીવન પર ખૂબ જ ઊંડી અસર પડે છે. તેથી શનિદેવને પ્રસન્ન કરવા માટે લોકો તેમની પૂજા કરે છે અને ઉપાય કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે કેટલાક એવા લોકો છે જેમના પર શનિદેવ પોતાની કૃપા વરસાવે છે. આવો તમને જણાવીએ કે શનિ કોના પર મહેરબાન રહે છે અને શનિના શુભ રહેવાના કયા સંકેતો છે.

આ છે શનિદેવને પ્રિય રાશિઓ

- શનિદેવ કુંભ અને મકર રાશિના સ્વામી છે અને આ બે રાશિના લોકો પર હંમેશા દયાવાન રહે છે. શનિદેવ તુલા રાશિમાં ઉચ્ચ હોય છે, તેથી જેની કુંડળીમાં શનિ સાતમા ભાવમાં મકર, કુંભ કે તુલા રાશિમાં હોય તો તેના પર પણ શનિદેવની કૃપા રહે છે. આ લોકોને શનિદેવની કૃપાથી જીવનમાં તમામ સુખ-સુવિધાઓ અને સન્માન અને સફળતા મળે છે.
- જો વ્યક્તિની કુંડળીમાં શનિ સામાન્ય સ્થિતિમાં હોય, પરંતુ તેમ છતાં તેમના કાર્યો સારા હોય તો શનિ તેમના પર કૃપા કરે છે. અપ્રમાણિક નહીં, જરૂરિયાતમંદોને મદદ કરવી, મહિલા-વૃદ્ધોને માન આપવું અને મદદ કરવી જેવા સારા કાર્યો
-  જ્યારે શનિ શુભ હોય છે, ત્યારે કોઈપણ મુશ્કેલી કે પરેશાની લાંબા સમય સુધી રહેતી નથી. વ્યક્તિને જલ્દી જ સમસ્યાઓમાંથી રાહત મળે છે.
- શનિ કર્મ પ્રમાણે ફળ આપે છે. જો વ્યક્તિને માત્ર થોડા પ્રયત્નોથી જ સફળતા મળે છે તો તે શનિના દયાળુ હોવાનો સંકેત છે.
- જો અચાનક ધનની પ્રાપ્તિ થાય, સમાજમાં માન-સન્માન મળવા લાગે તો તે પણ શનિની કૃપાનો સંકેત છે. આવી વ્યક્તિ બહુ ઓછા સમયમાં ખૂબ જ અમીર બની જાય છે.
-જો શનિવારે મંદિરમાંથી ચંપલ અને જૂતા ચોરાઈ જાય છે તો એ સંકેત છે કે શનિદેવની કૃપા તમારા પર વરસવાની છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર