Swastik Symbol: શા માટે સ્વસ્તિક ચિહ્ન શુભ માનવામાં આવે છે ? જાણો તેના કારણ અને ફાયદા

શનિવાર, 8 ઑક્ટોબર 2022 (00:03 IST)
-  હિંદુ ધર્મમાં સ્વસ્તિકનું પ્રતીક મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
-  સ્વસ્તિક ચિન્હ બનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે.

Importance of Swastik Symbol: હિંદુ ધર્મમાં સ્વસ્તિક અથવા સાથિયાના પ્રતીકનું વિશેષ મહત્વ છે. સ્વસ્તિક એ ઘરો, પૂજા સ્થાનો અને મંદિરોમાં પણ શુભ સંકેત છે. આટલું જ નહીં કોઈપણ શુભ કાર્યની શરૂઆતથી લઈને વિશેષ અનુષ્ઠાન અને ગૃહપ્રવેશમાં વાહનની પૂજામાં સ્વસ્તિકનું ચિન્હ ચોક્કસ બને છે. એવું માનવામાં આવે છે કે સ્વસ્તિકનું પ્રતીક મંગળનું પ્રતીક છે. તેની સાથે આ નિશાની સુખ-સમૃદ્ધિ સાથે પણ સંબંધિત છે. જો આ ચિહ્ન બનાવીને કાર્ય શરૂ કરવામાં આવે તો કોઈપણ અવરોધ વિના કાર્ય પૂર્ણ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે શુભ કાર્ય શરૂ કરતા પહેલા સ્વસ્તિક ચિન્હ બનાવવું શા માટે જરૂરી છે અને તેને શા માટે આટલું શુભ માનવામાં આવે છે. અમે તમને સ્વસ્તિકના પ્રતીક સાથે સંબંધિત તમામ મહત્વપૂર્ણ તથ્યો જણાવીશું.

સ્વસ્તિક ચિહ્નનો અર્થ

'સ્વસ્તિક' એ ત્રણ શબ્દોનું સંયોજન છે જેનો અર્થ થાય છે 'સુ' અર્થાત્ શુભ, 'અસ' અર્થાત અસ્તિત્વ અને 'કા' અર્થ કર્તા. આ રીતે સ્વસ્તિકનો સંપૂર્ણ અર્થ મંગળ અથવા કલ્યાણ કરનાર છે. સ્વસ્તિકને ભગવાન ગણેશનું પ્રતીક પણ માનવામાં આવે છે. જેમ ભગવાન ગણેશ પ્રથમ ઉપાસક છે અને વિઘ્નહર્તા કહેવાય છે.  તેવી જ રીતે હિંદુ ધર્મમાં શુભ કાર્યો પહેલા સ્વસ્તિક ચિહ્ન બનાવવું પણ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે સ્વસ્તિકમાં દોરેલી ચાર રેખાઓ ચાર દિશાઓ (પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ) દર્શાવે છે. એવી પણ માન્યતા છે કે સ્વસ્તિકની ચાર રેખાઓ ચાર વેદોનું પ્રતીક છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સ્વસ્તિકનું મહત્વ

જ્યોતિષના મતે જો નોકરી-ધંધામાં નુકસાન થતું હોય તો દુકાન કે ઓફિસની ઉત્તર-પૂર્વ દિશામાં સતત સાત ગુરુવારે સૂકી હળદરથી સ્વસ્તિક એટલે સાથિયાનુ ચિન્હ બનાવો. આ કારણે નોકરી અને વ્યવસાયમાં લાભ થશે. આ ઉપરાંત કાર્યમાં સફળતા માટે ઘરની ઉત્તર દિશામાં સૂકી હળદરથી સ્વસ્તિક ચિન્હ બનાવવું ફાયદાકારક છે. જો ઘરમાં કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય અને પરિવારમાં ક્લેશ કે વિવાદની સ્થિતિ હોય તો તમારે લાલ રંગનો સ્વસ્તિક બનાવવો જોઈએ.  જેના કારણે ઘરમાં ખરાબ નજર લાગતી નથી અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. સ્વસ્તિક અર્થાત સાથિયો ઘરમાં પોઝીટીવીટી પણ લાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર