Shani amavasya .. આ ઉપાય કરવાથી મળશે શનિ કૃપા

શુક્રવાર, 17 નવેમ્બર 2017 (20:13 IST)
જ્યોતિષ મુજબ ગ્રહોમાં ન્યાયાધીશનુ પદ શનિદેવને પ્રાપ્ત છે. તેઓ તાકત અને ઉંચા પદનો દુરપયોગ અને બીજા ખરાબ કર્મ કરનારાઓને તેમના કર્મો મુજબ સજા આપે છે. અને મહેનત તેમજ સદકર્મ કરનારાઓ માટે ઉન્નતિનો રસ્તો ખોલી નાખે છે. શનિ અમાવસ્યા પર તેમની વિશેષ કૃપા ભક્તો પર થાય છે 
 
આજે શનિ અમાવસ્યા છે. જ્યારે સૂર્ય ચંદ્રમા એક રાશિમાં આવે છે અને એ તિથિના દિવસે શનિવાર આવે તો શનિ અમાવસ્યા કહેવાય છે. આ દિવસે કરેલ દાન-પૂજન અક્ષય ફળ આપનારા હોય છે.  જે જાતકોની કુંડળીમાં પિતૃ દોષ, કાલસર્પ દોષ અને શનિ પ્રકોપ હોય છે એ જાતકો પર પ્રેત બાધા, જાદુ-ટોના, ડિસ્ક-સ્લિપ નસોના રોગ બાળકોમા સૂકો રોગ, ગ્રહ ક્લેશ, અસાધ્ય બીમારી. લગ્ન ન થવા. સંતાન દારૂડિયો બની જવો અને ક્યારેક અકાળ દુર્ઘટનાનુ કારણ પણ બની જાય છે.  
 
અચૂક ઉપાય 
 
કોઈ પવિત્ર નદી તીર્થ સ્થાન કે મહારાષ્ટ્રના શિંગણાપુરના શનિ મંદિરમાં સ્નાન કરો અને ગણેશ પૂજન વિષ્ણુ પૂજન. પીપળાનુ પૂજન આ રીતે કરો. પીપળા પર પાણી ચઢાવો. પંચામૃત ચઢાવીને ગંગાજળથી સ્નાન કરો. લાલ દોરો લપેટીને જનોઈ અર્પણ કરીને ફુલ ચઢાવો અને નૈવૈદ્યનો ભોગ લગાવીને નમસ્કાર કરો. ત્યારબાદ પીપળાની સાત પરિક્રમા કરતી વખતે શનિ મંત્રનો જાપ કરો અને પીપળા પર સાત વાર કાચો દોરો બાંધો. 
 
દાન વસ્તુ - ભેંસ કે ઘોડાને ચણા ખવડાવો અને એક કાળી કિનારીવાળા ઘોતી કૃર્તા, અડદના પકોડા, ઈમરતી, કાળા ગુલાબ જામુન, છતરી. તવો કે ચિમટો વગેરે વસ્તુઓનુ શનિ મંદિરના પુજારીને દાન કરવુ જોઈએ. 
 
શનિથી પીડિત જાતક શનિ યંત્ર ધારણ કરે અને કાળા વસ્ત્ર અને નારિયળને તેલ લગાવીને કાળા તલ , અડદની દાળ અને ઘી વગેરે વસ્તુઓ અંધવિદ્યાલય, અનાથાલય કે વૃદ્ધાશ્રમમાં દાન કરો. પિતૃ દોષથી પીડિત જાતકો દ્વારા કાળી ગાયનુ દાન કરવાથી 7 પેઢીઓનો ઉદ્ધાર થાય છે. શનિ પ્રકોપ અને સંતાનથી પીડિત જાતક અડદની દાળના પકોડા, ગુલાબ જામુન અને ઈમરતી 101 કૂતરાઓને અને કાગડાઓને ખવડાવે. વેપારમાં ખોટ થઈ રહી છે કે કર્જ વધી ગયુ છે તો અભિમંત્રિત એકાંશી શ્રીફળ અને નાના નારિયળને તેલ અને સિંદૂર લગાવીને સાંજે શનિ મંદિરમાં ચઢાવી દો અથવા નદીમાં વિસર્જિત કરી દો. 
webdunia gujarati ના  સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો અને  આભાર 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર