Sankashti Chaturthi 2023: આજે જ્યેષ્ઠ સંકષ્ટી ચતુર્થી વ્રત, બાપ્પાના આશીર્વાદ મેળવવા માટે આ રીતે કરો પૂજા
સોમવાર, 8 મે 2023 (09:07 IST)
Sankashti Chaturthi 2023: દર મહિનાના કૃષ્ણ અને શુક્લ બંને પખવાડિયાની ચતુર્થી પર ભગવાન ગણેશની પૂજા કરવાની વિધિ છે. ફરક માત્ર એટલો છે કે કૃષ્ણ પક્ષની ચતુર્થીને સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે, જ્યારે શુક્લ પક્ષની ચતુર્થીને વિનાયકી શ્રી ગણેશ ચતુર્થી તરીકે ઉજવવામાં આવે છે. ભગવાન ગણેશ જ્ઞાન, સમૃદ્ધિ અને સૌભાગ્યના દાતા છે. તેમની પૂજા જલ્દી ફળદાયી માનવામાં આવી છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત કરે છે, તેના જીવનમાં ચાલી રહેલી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને તેના સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ સંકષ્ટી ચતુર્થીના વ્રતની તિથિ, શુભ મુહુર્ત અને પૂજા વિધિ.
ક્યારે ઊજવાશે જ્યેષ્ઠ સંકષ્ટી ચતુર્થી ?
જ્યેષ્ઠ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ 8 મે, 2023 ના રોજ સાંજે 6:18 થી શરૂ થશે. જે 9 મેના રોજ સાંજે 4.07 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં આ વખતે સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીનું વ્રત 8 મેના રોજ રાખવામાં આવશે.
શુભ મુહુર્ત
ચતુર્થી તિથિ શરૂ - 8 મે, સવારે 11.51 વાગ્યે
ચતુર્થી તિથિ સમાપ્ત - 9 મે, બપોરે 12.45 વાગ્યે
સંકષ્ટી શ્રી ગણેશ ચતુર્થીના વ્રતની પૂજા વિધિ
- સૌ પ્રથમ સવારે ઉઠીને સ્નાન કરો.
- ત્યારબાદ ગણપતિનું ધ્યાન કરો.
- ત્યારપછી એક પાટલા પર પીળા રંગનું સ્વચ્છ કપડું પાથરો અને તેના પર ભગવાન ગણેશની મૂર્તિ મૂકો.
- તે પછી ગંગાજળનો છંટકાવ કરીને એ સ્થાનને પવિત્ર કરો.