આ રીતે થયો હતો નારદમુનિનો જન્મ
પૌરાણિક કથા અનુસાર, નારદ મુનિ બ્રહ્માજીના માનસ પુત્ર છે. બ્રહ્માજીનો માનસ પુત્ર બનવા માટે, તેમણે પાછલા જીવનમાં ખૂબ જ તપસ્યા કરી હતી. એવું કહેવામાં આવે છે કે પાછલા જીવનમાં નારદ મુનિનો જન્મ ગંધર્વ કુળમાં થયો હતો અને તેમને તેમના રૂપ પર ખૂબ જ ઘમંડ હતુ,. પૂર્વ જન્મમાં તેનું નામ ઉપબર્હણ હતું. એકવાર કેટલીક અપ્સરાપ અને ગંધર્વ, ગીત અને નૃત્ય સાથે ભગવાન બ્રહ્માની પૂજા કરી રહ્યા હતા. પછી ઉપબર્હણ ત્યા સ્ત્રીઓ સાથે શ્રૃંગારભાવથી ત્યા આવ્યા, આ જોઈને બ્રહ્માજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા અને ઉપબર્હણને શ્રાપ આપ્યો કે તે શુદ્ર યોનિમાં જન્મ લેશે.