પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખશો આ નિયમ, તો ઘરમાં ધન ધાન્યની કમી નહી આવે

મંગળવાર, 19 નવેમ્બર 2019 (18:15 IST)
પૂજા-પાઠ કરવાથી દેવી-દેવતા પ્રસન્ન થાય છે, મન શાંત રહે છે અને મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે. શાસ્ત્રોમાં પૂજન કર્મ સાથે જોડાયેલા કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવામાં આવે તો મનોકામના પૂર્ણ થાય છે. હિન્દુ ધર્મ મુજબ પૂજા-પાઠની કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવામાં આવે તો ભગવાન ઝડપથી પ્રસન્ન થાય છે.

સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુએ એ પંચદેવ કહેવાય છે. તેમની પૂજા બધા કાર્યોમાં અનિવાર્ય રૂપથી કરવી જોઈએ. રોજ પૂજન ક અરતી વખતે આ પંચદેવનુ ધ્યાન કરવુ જોઈએ તેનાથી લક્ષ્મી કૃપા અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. 
 
- શિવજી ગણેશજી અને ભૈરવજીને તુલસી ન ચઢાવવી જોઈએ.  અને   મા દુર્ગાને દુર્વા ન ચઢાવવો જોઈએ. આ ગણેશજીને વિશેષ રૂપે અર્પિત થાય છે.  
- સૂર્યદેવને ક્યારેય પણ શંખથી અર્ધ્ય ન આપવુ જોઈએ. 
- તુલસીનુ પાન સ્નાન કર્યા વગર ન તોડવુ ઓઈએ.  જો કોઈ વ્યક્તિ સ્નન કર્યા વગર તુલસીના પાન તોડે છે તો પૂજામાં આવા પાન ભગવાન દ્વારા સ્વીકાર નથી કરવામાં આવતા. 
- શાસ્ત્રો મુજબ દેવી દેવતાઓનુ પૂજન 5 વાર કરવુ જોઈએ. સવારે  5 થી 6 વાગ્યા સુધી બ્રહ્મ મુહૂર્તમાં પૂજન અને આરતી થવી જોઈએ.  જે ઘરમાં નિયમિત રૂપે પૂજા અને આરતી થાય છે ત્યા બધા દેવી દેવતાઓનો વાસ હોય છે અને આવા ઘરોમાં ધન ધાન્યની કમી રહેતી નથી. 
 
- પ્લાસ્ટિકની બોટલમાં કે કોઈ અપવિત્ર ધાતુના વાસણમાં ગંગાજળ ન મુકવુ જોઈએ.  અપવિત્ર ધાતુ જેવા કે એલ્યુમિનિયમ અને લોખંડથી બનેલા વાસણ. ગંગાજળ તાંબાના વાસણમાં મુકવુ શુભ રહે છે. 
 
- ઘરના પૂજાઘર  કે દેવી દેવતાઓના મંદિરમાં મૂર્તિ સામે ક્યારેય પીઠ બતાડીને ન બસેવુ જોઈએ. 
 
- મા લક્ષ્મીને વિશેષ રૂપથી કમળનુ ફુલ ચઢાવવુ જોઈએ. આ ફુલને પાંચ દિવસ સુધી જળ છાંટીને ફરીથી ચઢાવી શકો છો. અને શાસ્ત્રો મુજબ શિવજીને પ્રિય બિલ્વ પત્ર છ મહિના સુધી વાસી નથી માનવામં આવતુ. તેથી તેને પાણી છાંટીને ફરીથી શિવલિંગ પર ચઢાવી શકાય છે. 
આ ઉપરાંત તુલસીના પાન પણ 11 દિવસ સુધી વાસી નથી માનવામાં આવતા તેને પણ પાણી છાંટીને ફરીથી ચઢાવી શકાય છે. 
 
- ક્યારેય પણ દિવાથી દિવો ન પ્રગટાવવો જોઈએ. શાસ્ત્રો મુજબ જે વ્યક્તિ દીવાથી દીવો પ્રગટાવે છે તે રોગી બને છે. 
 
- બુધવારે અને રવિવારે પીપળાના વૃક્ષ પર જળ ન ચઢાવવુ જોઈએ. 
 
- ઘરના મંદિરમાં સવાર સાંજ દીવો જરૂર પ્રગટાવો.  ભગવાન સામે એક દિવો ઘી નો અને એક દિવો તેલનો પ્રગટાવવો જોઈએ. 
 
- ભગવાનની આરતી કરતી વખતે ધ્યાન રાખો કે ભગવાનના ચરણોની આરતી ચાર વાર કરો નાભિની બે વાર અને મોઢાની એક કે ત્રણ વાર આરતી કરો.  આ રીતે ઈશ્વરના સમસ્ત અંગોની 7 વાર આરતી કરવી જોઈએ. 
 
- ગણેશ કે દેવીની પ્રતિમાઓ ત્રણ શિવલિંગની બે શાલિગ્રામને બે સૂર્ય પ્રતિમા બે ગોમતી ચક્ર બે ની સંખ્યામાં ક્યારેય ન મુકવા જોઈએ. ઘરમાં હવન કરાવતા રહેવુ જોઈએ તેનાથી ઘરનુ વાતાવરણ શુદ્ધ થાય છે. 
 અને જો તમારા ઘરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓ છે તો ધ્યાન રાખો કે દરરોજ સવારે ભગવાનનો ભોગ લગાવ્યા વગર ભોજન ન કરવું જોઇએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર