પંચક એટલે શુ ? જાણો પંચક ક્યારે શુભ હોય છે અને ક્યારે અશુભ
બુધવાર, 15 ડિસેમ્બર 2021 (09:18 IST)
હિન્દુ ધર્મમાં કોઈપણ શુભ કાર્ય પહેલા શુભ-અશુભ મુહુર્ત વિશે વિચાર કરવામાં આવે છે. જ્યોતિષ મુજબ કેટલાક નક્ષત્ર સ્વંયસિદ્ધ હોય છે. મતલબ આ નક્ષત્રોમાં શુભ કાર્ય કરવુ ખૂબ સારુ રહે છે. બીજી બાજુ કેટલાક નક્ષત્રોમાં કોઈ કાર્ય વિશેષ વર્જિત માનવામાં આવે છે. ધનિષ્ઠા શતભિષા પૂર્વા ભાદ્રપદ ઉત્તરા ભાદ્રપદ અને રેવતી પણ આવા જ નક્ષત્રોનો એક સમૂહ છે. આ 5 નક્ષત્રોના સમૂહને પંચક કહેવામાં આવે છે. પંચક સારુ છે કે ખરાબ એ તેના નામ પરથી પણ જાણી શકો છો. પંચકનુ નામ તે ક્યા વારથી શરૂ થાય છે તેના પર આધારિત છે. આવો જાણી લઈને તેના વિશે..
- રવિવારે શરૂ થતા પંચકને રોગ પંચક કહેવામાં આવે છે.
- સોમવારના પંચકને રાજ પંચક કહેવામાં આવે છે.
- મંગળવારથી શરૂ થતા પંચક અગ્નિ પંચક કહેવાય છે.
- બુધવાર અને ગુરુવારે શરૂ થતા પંચકનો નિર્દોષ પંચક કહેવામાં આવે છે.
- શુક્રવારના પંચકને ચોર પંચક કહેવામાં આવે છે.
- શનિવારે શરૂ થતા પંચકને મૃત્યુ પંચક કહેવામાં આવે છે.
હવે જાણીએ પંચક દરમિયાન ક્યા 5 કાર્યો ન કરવા જોઈએ
1. પંચક દરમિયાન જે સમયે ઘનિષ્ઠ નક્ષત્ર હોય એ સમયે ઘાસ, લાકડી વગેરે ઈંધણ એકત્ર ન કરવુ જોઈએ. તેનાથી અગ્નિનો ભય રહે છે.
2. પંચક દરમિયાન જ્યારે રેવતી નક્ષત્ર ચાલી રહ્યુ હોય એ સમયે ઘરની છત ન બનાવવી જોઈએ. એવુ વિદ્વાનો માને છે. તેનાથી ધન હાનિ અને ઘરમાં ક્લેશ થાય છે.
3. પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ કારણ કે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ નક્ષત્રોમાં દક્ષિણ દિશાની યાત્રા કરવી હાનિકારક માનવામાં આવી છે.
4. પંચકમાં બેડ બનાવડાવવો પણ અશુભ માનવામાં આવે છે. વિદ્વાનો મુજબ આવુ કરવાથી કોઈ મોટુ સંકટ ઉભુ થઈ શકે છે.
5. પંચકમાં શબના અંતિમ સંસ્કાર કરતા પહેલા કોઈ યોગ્ય પંડિતની સલાહ જરૂર લેવી જોઈએ. જો આવુ ન થઈ શકે તો શબની સાથે પાંચ પૂતળા લોટના કે કુશ (એક પ્રકારની ઘાસ)થી બનાવીને અર્થી પર મુકવા જોઈએ અને આ પાંચનુ પણ લાશની જેમ જ પૂર્ણ વિધિ-વિધાનથી અંતિમ સંસ્કાર કરવા જોઈએ. તો પંચક દોષ સમાપ્ત થઈ જાય છે. આવુ ગરુડ પુરાણમાં લખ્યુ છે.
આ શુભ કાર્ય પંચકમાં કરી શકો છો
જ્યોતિષ મુજબ પંચકમાં આવનારા નક્ષત્રોમાં શુભ કાર્ય થઈ શકે છે. પંચકમાં આવનારા ઉત્તરાભાદ્રપદ નક્ષત્ર વાર સાથે મળીને સર્વાર્થ સિદ્ધિ યોગ બનાવે છે. બીજી બાજુ ધનિષ્ઠા, શતભિષા, પૂર્વા ભાદ્રપદ અને રેવતી નક્ષત્ર યાત્રા, વેપાર મુંડન વગેરે શુભ કાર્યોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે.
પંચકને ભલે અશુભ માનવામાં આવતુ હોય છે પણ આ દરમિયાન સગાઈ, વિવાહ વગેરે શુભ કાર્ય પણ કરવામાં આવે છે. પંચકમાં આવનારા ત્રણ નક્ષત્ર પૂર્વા ભાદ્રપદ્ર ઉત્તરા ભાદ્રપદ અને રેવતી રવિવારના હોવાથી આનંદ વગેરે 28 યોગોમાંથી 3 શુભ યોગ બનાવે છે. આ શુભ યોગ આ પ્રકારના છે. ચર, સ્થિર વ પ્રવર્ધ. આ શુભ યોગોથી સફળતા અને ધન લાભનો વિચાર કરવામાં આવે છે.