આજથી ચોર પંચક શરૂ - આ વખતે છે ભૂલથી પણ ન કરો આ કામ

શુક્રવાર, 12 ફેબ્રુઆરી 2021 (12:52 IST)
જ્યોતિષ મુજબ પાંચ નક્ષત્રના સમૂહને પંચક કહે છે . આ નક્ષત્ર છે ઘનિષ્ઠા , શતભિષા , પૂર્વા ભાદ્રપદ્ર ઉતરા ભાદ્રપદ અને રેવતી. જ્યોતિષ વિજ્ઞાન મુજબ ચંદ્રમા એમની માધ્યમ ગતિથી 27 દિવસમાં બધા નક્ષત્રોના ભોગ કરે છે આથી દરેક માહમાં આશરે 27 દિવસના પર પંચક નક્ષત્ર આવતું રહે છે. 
1. રોગ પંચક 
રવિવારે શરૂ થનાર પંચકને રોગ પંચક કહેવાય છે. એના  પ્રભાવથી શારીરિક અને માનસિક પરેશાનીઓ હોય છે. આ પંચકમાં કોઈ પણ રીતે શુભ કાર્ય નહી કરવા જોઈએ. 
 
2. રાજ પંચક 
સોમવારથી શરૂ થતું પંચક રાજ પંચક કહેલાવે છે . આ અતિ શુભ પંચક ગણાય છે . આ સમયે શરૂ કરેલ બધા કાર્યમાં સુનિશ્ચિત સફળતા મળે છે. આ સમયે રાજકાર્ય અને જમીન- વારસાથી સંકળાયેલા કાર્ય કરવું શુભ હોય છે. 
 
3. અગ્નિ પંચક 
મંગળવારે શરૂ થતું પંચક અગ્નિ પંચક કહેલાવે છે . આ પંચકના સમયે કોઈ પણ રીતે નિર્માણ કરવું અશુભ રહે છે. નહી તો આ સમયે મુકદમા કે કોર્ટ કચેરી માટે ઉત્તમ ગણાય છે. 
 
4. મૃત્યું પંચક 
શનિવારે શરૂ થતું પંચક મૃત્યુ પંચક કહેલાવે છે જેમ કે નામથી જ જ જણાય છે કે આ પંચકના સમયે કોઈ પણ રીતના શુભ કાર્ય નહી કરવા જોઈએ નહી તો મૌત નું કષ્ત થાય છે. 
 
5. ચોર પંચક 
શુક્રવારે શરૂ થતા પંચકને ચોર પંચક કહેલાવે છે. આ પંચક અશુભ પણ ગણાય છે . ખાસ રીતે આ સમયે લેવું-દેવું , વ્યાપાર કોઈ પણ રીતના સોદા કે નવી યાત્રા શરૂ નહી કરવી જોઈએ નહી તો ધન અને સમયની હાનિ થાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર