લક્ષ્મીનુ પ્રતિક કોડી - જાણો કોડીના આ ઉપાય

શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (10:13 IST)
કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. પૈસા મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરતા રહે છે. પણ અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળતી.  એવુ કહેવાય છે કે સફળતા મેળવવા માટે ભાગ્યનો સાથ હોવો ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ઉપાય જેને અપનાવવાથી ભાગ્ય તમારો સાથ આપશે અને તમને ઈચ્છિત કામમાં સફળતા મળશે. તેથી કેટલાક પારંપરિક  ઉપાય કરવાથી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. 
 
લક્ષ્મીનુ પ્રતિક કોડી - પીળી કોડીને દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. કેટલીક સફેદ કોડીને કેસર કે હળદરના મિશ્રણમાં પલાળીને તેને લાલ કપડાંમાં બાંધીને ઘરમા સ્થિત તિજોરીમાં મુકો. 
 
ઘરમાં બરકત લાવવા માટે તમે નાના નારિયળ અને કોડી લઈ આવો. હવે તિજોરીમાં 5 નાના નારિયળ અને 5 કોડીને પીળા કપડામાં બાંધીને મુકો. તેનાથી ઘરમાંથી ગરીબી દૂર થવા માંડશે. 
 
મહાલક્ષ્મીની પૂજામાં બે ળી કોડી પૂજનમાં રાખવી.  વિધિ વિધાનથી લક્ષ્મીજીની પ્ૂજા કરો . પૂજા પછી પીળી કોડીઓને અલગ-અલગ લાલ કપડાંમાં બાંધો. એક કોડી ઘરમાં તિજોરીમાં રાખો અને નીજી કોડીને તમારા પર્સ કે ખિસ્સામાં સાથે રાખો. તમારી ધન સંબંધી બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે.
 
કોડી દેવી લક્ષ્મીનુ પ્રતિક માનવામાં આવે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર