Navami Nu Shradh Kyare Che 2025: પિતૃ પક્ષની નવમી તિથિ ક્યારે છે, આ દિવસે કોનું શ્રાદ્ધ કરવામાં આવે છે, જાણો નવમી શ્રાદ્ધ વિધિ અને મુહુર્ત
રવિવાર, 14 સપ્ટેમ્બર 2025 (08:15 IST)
Navami Nu Shradh Kyare Che 2025: પિતૃ પક્ષની નવમી તિથિનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે, કોઈપણ મહિનાની નવમી તિથિ પર મૃત્યુ પામેલા લોકોનું શ્રાદ્ધ કરવામાં આવે છે. આ ઉપરાંત, આ તિથિને માતાનું શ્રાદ્ધ કરવા માટે પણ યોગ્ય માનવામાં આવે છે. આ જ કારણ છે કે આ તિથિને માતૃ નવમી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું કહેવાય છે કે આ તિથિ પર શ્રાદ્ધ કરવાથી પરિવારની મૃત મહિલા સભ્યોની આત્માને શાંતિ મળે છે. ચાલો તમને જણાવીએ કે નવમી શ્રાદ્ધ ક્યારે છે અને તેનું મહત્વ અને મુહૂર્ત શું હશે.