Narendra Modi Birthday - નરેન્દ્ર દામોદરદાસ મોદી ભારતના 14 મા વડાપ્રધાન છે. તેઓ ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને ભારતીય જનતા પાર્ટી ના નેતા છે. નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં અમદાવાદથી 112 કીમી અને મહેસાણાથી 34 કીમી દૂર વડનગર ખાતે થયો હતો
નરેન્દ્ર દામોદરદાસ મોદી (જન્મ 17 સપ્ટેમ્બર 1950) એક ભારતીય રાજકારણી છે જેમણે 2014 થી ભારતના વડા પ્રધાન તરીકે સેવા આપી છે
નરેન્દ્ર મોદી નો જન્મ ક્યાં થયો હતો
ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામ વડનગરમાં 17 સપ્ટેમ્બર, રોજ જન્મેલા નરેન્દ્ર મોદી એક એવી સંસ્કૃતિમાં ઊછરીને મોટા થયા જેણે તેમના પર ઉદારતા, પરોપકાર અને સામાજિક સેવાના મૂલ્યોનો પ્રભાવ પાડ્યો.
નરેન્દ્ર મોદી ગુજરાતમાં 2001-10-07 થી લઈને 2014-05-22સુધી મુખ્યમંત્રીના પદ પર રહ્યા હતા. શ્રી નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં 12 વર્ષ 7 માસ 15 દિવસ મુખ્યમંત્રી તરીકે સેવાઓ આપી.
નરેન્દ્ર મોદી નો પરિવાર
પીએમ મોદીને ચાર ભાઈ અને એક બહેન
દામોદરદાસ મોદીના લગ્ન હીરાબેન સાથે થયા હતા. બંનેના મોટા પુત્રનું નામ સોમભાઈ મોદી છે. ત્યારબાદ અમૃતભાઈ મોદી અને ત્રીજા નંબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પ્રહલાદ મોદી તેમજ વસંતીબેન અને પંકજભાઈ સૌથી નાના ભાઈ છે.
નરેન્દ્ર મોદીના પત્ની
નરેન્દ્ર મોદીની પત્ની યશોદાબહેન છે, જેનાથી તેઓ અલગ થઈ ચુક્યા છે.દામોદરદાસ મોદીની પત્ની અને નરેન્દ્ર મોદીની માતા હીરાબેન છે. તેઓ ગૃહિણી છે.
નરેન્દ્ર મોદીના પુસ્તકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સીએમ અને પીએમ રહીને 12 પુસ્તકો લખ્યા છે
સાક્ષી ભાવ
અ જર્ની: નરેન્દ્ર મોદીની કવિતાઓ
કન્વીનીઅન્ટ એક્શન
પુષ્પાંજલિ જ્યોતિપુંજ
સામાજિક સંવાદિતા
નરેન્દ્ર મોદી નો પગાર કેટલો છે
2022માં વડાપ્રધાન કાર્યાલય (PMO Office)એ આ અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. તમને જણાવી દઈએ કે આ હિસાબે વડાપ્રધાન મોદીનો માસિક પગાર લગભગ 2 લાખ રૂપિયા છે.