ઘરમાં બાળ ગોપાલ છે તો 5 નિયમનુ રાખો ધ્યાન, તેમને સૂવડાવતા પહેલા ઉંઘશો નહી

મંગળવાર, 30 મે 2023 (00:18 IST)
હિન્દુ ધર્મ મુજબ અનેક ઘરમાં કાનુડો બિરાજમાન હોય છે અને રોજ બાળ ગોપાલની પૂજા પણ થાય છે. પણ શુ તમે જાણો છો કે કાનુડાની પૂજામાં કેટલીક ખાસ વાતોનુ ધ્યાન રાખવામાં આવે છે. આ 5 નિયમ વિશે તમને જરૂર માહિતી હોવી જોઈએ. 
 
જે ઘરમાં નટખટ બાળ ગોપાલ છે તેમને સવારે જલ્દી ઉઠીને દૈનિક કાર્યોથી પરવારીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ઘરના મંદિરની સાફ સફાઈ જરૂર કરવી જોઈએ.  આ ઉપરાંત કાનુડાને રોજ જુદા જુદા રંગના વસ્ત્રો પહેરાવો. જેવા કે સોમવારે સફેદ .. મંગળવારે લાલ.. બુધવારે લીલા.. ગુરૂવારે પીળા .. શુક્રવારે નારંગી.. શનિવારે ભૂરા અને રવિવારે લાલ પરિધાન વગેરે...  
 
આવો જાણીએ કેટલાક જરૂરી 5 ખાસ નિયમ 
 
 1. રોજ નટખટ કાનુડાની પૂજામાં પ્રયોગમા થનારી બધી સામગ્રીઓને શુદ્ધ જરૂર કરો 
2.  રોજ કૃષ્ણ કનૈયાને ગંગાજળ અને સ્વચ્છ જળથી સ્નાન કરાવો અને ત્યારબાદ રોજ તેમના વસ્ત્રો બદલો 
 
3. તેમને ચંદનનુ તિલક લગાવો અને શ્રૃંગાર સમયે કાનની વાળી, હાથના કડા, હાથની વાંસળી અને મોર પંખ જરૂર સામેલ કરો. 
4. બાળ ગોપાલને તુલસીના પાન વાળુ માખણ-મિશ્રીનો ભોગ ખૂબ જ પસંદ હોય છે. તેથી ભોગમાં રોજ આનો સમાવેશ જરૂર કરો. આ ઉપરાંત બીજી અન્ય મીઠાઈઓ પંજરી અને ઋતુગત ફળ પણ કઢાવો. 
 
5. ઘરમાં કાનુડો છે તો એ ઘરના લોકોએ માંસ મદિરા, નીંદનીય આચરણ અને અનૈતિકતાથી બચવુ જોઈએ અને તેમને ભોગ લગાવ્યા પછી જ પોતે ભોજન કરવુ જોઈએ. રોજ સવાર-સાંજ તેમની આરતી કરો અને તેમને સૂવડાવ્યા પછી જ પોતે સૂવુ જોઈએ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર