Ganga Dussehra- ગંગા દશહરા (Ganga Dussehra) 30 મે ના રોજ ઉજવાશે. આ વર્ષે ગંગા દશેરા પર ચાર શુભ યોગ બની રહ્યા છે. જો આ દિવસને વધુ મહત્વપૂર્ણ બનાવી રહ્યા છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિના રોજ હસ્ત નક્ષત્રમાં મા ગંગાનુ પૃથ્વી લોક પર અવતરણ થયુ હતુ. તેમના પૃત્વી પર આવવાથી રાજા ભગીરથના પૂર્વજોને મોક્ષ પ્રાપ્ત થયો.
ગંગા સ્નાનથી મટી જશે 10 પાપ
જ્યોતિષ મુજબ ગંગા દશહરાના દિવસે પવિત્ર ગંગા નદીમા સ્નાન કરવા માત્રથી 10 પ્રકારના પાપ મટી જાય છે. તેમા 3 દૈહિક પાપ, 3 માનસિક પાપ અને 4 પ્રકારના વાણી સાથે જોડાયેલા પાપ હોય છે. તે બધા મા ગંગાની કૃપાથી મટી જાય છે. આ પાવન અવસર પર બધા લોકોએ ગંગા સ્નાન કરવુ જોઈએ.
ગંગા દશહરા પર મંગલ, ગુરૂ અને ચંદ્રમાને કારણે ગજકેસરી અને મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. બીજી બાજુ સૂર્ય અને બુધની વૃષ રાશિ સાથે હ ઓવાથી બુધાદિત્ય યોગનુ નિર્માણ થઈ રહ્યુ છે. રવિ યોગ આખો દિવસ છે અને હસ્ત નક્ષત્ર સવારે 04:31 વાગ્યાથી લઈન એ 10 જૂનના રોજ સવારે 04.26 વાગ્યા સુધી છે.
ગંગા દશહરા પર મળશે શિવ અને વિષ્ણુની કૃપા
ગંગા ભગવાન શિવ અને શ્રીહરિ વિષ્ણુ બંનેને પ્રિય છે. ગંગા દશહરાના દિવસે તમે મા ગંગા સાથે ભગવાન વિસઃનુ અને ભગવાન ભોલેનાથની પૂજા કરીને બંને દેવની કૃપા પ્રાપ્ત કરી શકો છો.