કેવી રીતે કરવુ આ વ્રત :
- ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મુકે છે. આ પ્રસંગે ગવાતા ગીતો મધુર, ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ, સાસરિયું અને પિયરથી સંબંધિત હોય છે. આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે.
પ્રદોષકાળ મુહુર્ત - સાંજે 06:47 થી રાત્રે 20:58 સુધીનું છે.
સામગ્રી :
- આ પૂજામાં માતાજીની પ્રતિમા બનાવવા માટે કાળી માટીની ખાસ જરૂર પડે છે. આ ઉપરાંત કેવડો, તુલસી, મંજરી, જનોઇ, વસ્ત્ર અને વિવિધ પ્રકારના ફળ-પાન ચડાવવામાં આવે છે. આ ઉપરાંત શ્રીફળ, અબીલ ચંદન, કપૂર, કંકુ તથા પંચામૃત પણ તમારુ પૂજા માટે જરૂરી છે.
- આ પ્રસંગે માતાજીને મહેંદીનો કોન, વિછીંયા, કાજલ, બિંદી, કંકુ, સિંદુર, કાંસકો વગેરે સૌભાગ્યવતીની સામગ્રી ચડાવવામાં આવે છે.