આજે અમાસના દિવસે કરશો આ 5 ઉપાય તો દૂર થશે તમારી દરેક સમસ્યા

શુક્રવાર, 16 ઑક્ટોબર 2020 (06:58 IST)
1. હિન્દુ ધર્મમાં અમાસને પિતરોની તિથિ માનવામાં આવે છે. તેથી આ દિવસે પિતરોને પ્રસન્ન કરવા માટે ગાયના છાણથી બનેલ છાણા પર શુદ્ધ ઘી અને ગોળ મિક્સ કરીને ધૂપ આપવી જોઈએ. જો ઘી અને ગોળ ન હોય તો ખીરથી પણ ધૂપ આપી શકો છો. 
 
જો આ પણ શક્ય ન હોય તો ઘરમાં જે પણ તાજુ ભોજન બન્યુ હોય તેનાથી પણ ધૂપ આપવાથી પિત્તર પ્રસન્ન થાય છે. ધૂપ આપ્યા પછી હથેળીમાં પાણી લો અને અંગૂઠાના માધ્યમથી તેને ઘરતી પર છોડી દો. આવુ કરવાથી પિતરોની તૃપ્તિનો અનુભવ થાય છે તેઓ આશીર્વાદ આપે છે જેનાથી આપણા જીવનની પરેશાનીઓનો અંત આવે છે.
 
2. અમાસ પર કીડીઓને ખાંડ ભેળવેલ લોટ ખવડાવો આવુ કરવાથી તમારા પાપ કર્મોનુ પ્રાયશ્ચિત થશે અને સારા કામનુ ફળ મળશે. તમારી મનોકામના પૂર્ણ થશે.
 
3. અમાસના સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. બત્તીમાં રૂના સ્થાન પર લાલ રંગના દોરાનો ઉપયોગ કરો. સાથે જ દીવામાં થોડી કેસર પણ નાખો. આ મા લક્ષ્મીને પ્રસન્ન કરવાનો ઉપાય છે.
 
4. અમાસના દિવસે કોઈપણ હનુમાન મંદિરમાં જઈને હનુમાન ચાલીસાનો પાઠ કરો. શક્ય હોય તો હનુમાનજીને ચમેલીનુ તેલ ચઢાવી શકો છો આ ઉપાય કરવાથી સાધકની બધી મનોકામના પૂરી થઈ શકે છે.
5. અમાસની રાત્રે લગભગ 10 વાગ્યે ન્હાઈને પીળા રંગના કપડા પહેરી લો. તેના ઉત્તર દિશા તરફ મોઢુ કરીને ઉન કે કુશના આસન પર બેસી જાવ. હવે સામે પાટલા પર એક થાળીમાં કેસરથી સ્વસ્તિક કે ૐ બનાવીને તેના પર મહાલક્ષ્મી યંત્ર સ્થાપિત કરો. ત્યારબાદ તેની સામે એક દિવ્ય શંખ થાળીમાં સ્થાપિત કરો. 
 
હવે થોડા ચોખાને કેસરમાં રંગીને દિવ્ય શંખમાં નાખો. ઘી નો દીવો પ્રગટાવીને નીચે લખેલ મંત્રનુ કમળકાકડીની માળાથી અગિયાર માળા જાપ કરો.
 
मंत्र- सिद्धि बुद्धि प्रदे देवि भुक्ति मुक्ति प्रदायिनी।
मंत्र पुते सदा देवी महालक्ष्मी नमोस्तुते।।
 
 
મંત્ર જાપ પછી આ બધી પૂજન સામગ્રી કોઈ નદી કે તળાવમાં વિસર્જીત કરી દો. આ પ્રયોગથી ધન લાભની શક્યતા વધી જાય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર