ચાતુર્મસ ભગવાન વિષ્ણુજીને સમર્પિત છે. હિન્દુ પંચાગના મુજબ આષાઢ મહિનાની શુક્લ પક્ષની એકાદશીથી ચાતુર્માસ શરૂ થઈ જાય છે. ચાતુર્માસથી ચાર મહિનાના સમય છે જેમાં શ્રાવણ, ભાદ્રપદ, અશ્વિન અને કાર્તિક મહીના આવે છે. આ વખતે 20 જુલાઈથી ચાતુર્માસ શરૂ થઈ રહ્યુ છે. ધાર્મિક માન્યતા મુજબ ચાતુર્માસમાં ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિદ્રાસાનમાં જાય છે. આ દરમિયાન તે તેમનો કાર્યભર ભગવાન શિવને સોંપે છે. ભગવાન વિષ્ણુ નિદ્રાસનથી દેવઉઠની એકાદશીના દિવસે જાગે છે અને પુન: સૃષ્ટિનો લાલન-પાલન કરે છે. શસ્ત્રોમાં ચાતુર્માસ માટે કેટલક ખાસ નિયમ જણાવ્યા છે જેના પાલન કરવાથી જાતકોને જગતના પાળનહાર ભગવાન વિષ્ણુજીનો આશીર્વદ મળે છે. આવો જાણીએ ચાતુર્માસમાં કયાં નિયમોનો પાલન કરવો જોઈએ.
ચાતુર્માસના દરમિયાન નૈતિક મૂલ્યો અને બ્રહ્મચર્યનો પાલન કરવું. ત્યાગ, તપસ્યા, જપ ધ્યાન, સ્નાન, દાન અને પુણ્યના કાર્ય આ સમયેમાં લાભકારી અને પુણ્યકારી ગણાય છે.