બુધવારના ઉપાય - શારીરિક, આર્થિક અને માનસિક કષ્ટમાંથી પસાર થઈ રહ્યા છો તો બુધવારે કરો આ ઉપાય

બુધવાર, 1 જૂન 2022 (00:34 IST)
ભગવાન ગણેશ પ્રથમ પૂજ્ય અને વિધ્નહર્તા દેવતા છે. કોઈપણ શુભ કાર્યની શરૂઆત તેમની પૂજાથી જ થાય છે. શાસ્ત્રોમાં બુધવારનો દિવસ ગણેશજીનો માનવામાં આવે છે. જે જાતકોની કુંડળેમાં બુધ દોષ છે અથવા શારીરિક આર્થિક કે માનસિક પરેશાનીમાંથી  પસાર થઈ રહ્ય છે તે લોકો આ કષ્ટોના નિવારણ માટે બુધવારના દિવસે કેટલાક ઉપાય કરી શકે છે.  જેને કરવાથી વિધ્નહર્તા શ્રી ગણેશજી પ્રસન્ન થશે અને તમારી કુંડળીનો  બુધ દોષ કે કોઈપણ કાર્યમાં આવી રહેલ વિધ્નો અવરોધો દૂર થઈ જશે. 
 
-  બુધવારે તમારે ગણેશજીના મંદિરમાં  જાવ અને તમારી મનોકામનાઓ પૂર્ણ કરવા માટે તેમની પાસે પ્રાર્થના કરવી જોઈએ. જ્યાં સુધી તમે આ નહીં કરો ત્યાં સુધી તમારું કાર્ય પૂર્ણ નહીં થાય.આમ કરવાથી ગજાનન તમારા પર પ્રસન્ન થશે અને તમારી મનોકામના પૂર્ણ કરશે.
-  એવું માનવામાં આવે છે કે બુધવારે લીલા રંગના કપડાં પહેરવા શુભ હોય છે અને જો તમારો બુધ નબળો હોય તો તમારે હંમેશા લીલો રૂમાલ તમારી સાથે રાખવો જોઈએ તેમજ બુધવારે લીલા મગની દાળ અથવા લીલા કપડાનું દાન કરવું જોઈએ.
-  પૌરાણિક માન્યતા અનુસાર, જ્ઞાન આપનાર ગણેશને દુર્વા ખૂબ જ પ્રિય છે. જો તમે દર બુધવારે ગણેશજીને 21 દુર્વા અર્પણ કરો છો, તો તમારા જીવનમાં ક્યારેય કોઈ સમસ્યા નહીં આવે અને ગણેશજીના આશીર્વાદ હંમેશા તમારી સાથે રહેશે.
- જો કોઈ વ્યક્તિ બુધ દોષથી પીડિત હોય તો તેણે મા દુર્ગાની પૂજા કરવી જોઈએ. 'ઓમ ઐં હ્રીં ક્લેં ચામુંડાય વિચ્છે' મંત્ર દરરોજ 5, 7, 11, 21 કે 108 વાર કરવાથી બુધ દોષનો અંત આવે છે. 
-  જીવનમાં આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે બુધવારે ગાયને લીલું ઘાસ ખવડાવવું જોઈએ, ઘરમાં આર્થિક પ્રગતિ થશે અને દેવી-દેવતાઓની કૃપા હંમેશા તમારા પર બની રહેશે.
ગણપતિના આશીર્વાદ મેળવવા માટે બુધવારે પૂજા કરતી વખતે ધ્યાનમાં રાખો કે ભગવાન ગણેશના કપાળ પર સિંદૂર લગાવીને તિલક કરવું જોઈએ, ત્યારબાદ તેને તમારા કપાળ પર પણ લગાવો, તમને કાર્યોમાં સફળતા મળશે. 
- ભગવાન ગણેશને મોદક એટલે કે લાડુ ખૂબ પ્રિય છે અને તેથી તેમની પૂજામાં મોદકનો પ્રસાદ ચોક્કસપણે રાખવામાં આવે છે. જો તમે જીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો, તો બુધવારે ભગવાન ગણેશની પૂજા દરમિયાન, તમારે તેમને લાડુ ચડાવવા જોઈએ.
-  માનસિક શાંતિ માટે બુધવારે ભગવાન ગણેશને શમીના પાન અર્પણ કરવા જોઈએ. તે તણાવ અને માનસિક પીડાને દૂર કરે છે. તેની સાથે આ ઉપાય બુદ્ધિને પણ તેજ બનાવે છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર