Budh Pradosh Vrat 2023: બુધ પ્રદોષ વ્રત, જાણો ભગવાન શિવની પૂજાનુ મહત્વ

મંગળવાર, 26 સપ્ટેમ્બર 2023 (09:15 IST)
Budh Pradosh Vrat 2023: એકાદશી વ્રતની જેમ એકાદશી વ્રત પણ દરેક મહિનામાં બે વાર આવે છે. દર મહિનાની તેરસ તિથિના રોજ પ્રદોષ વ્રત હોય છે. દિવસના આધારે તેનુ નામ બદલાતુ રહે છે.  અષાઢ મહિનાની તેરસ 27 સપ્ટેમ્બરે એ છે.  આજે બુધવાર હોવાથી આ બુધ પ્રદોષ છે. આ દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ કે બુધ પ્રદોષના દિવસે પૂજાનુ શુભ મુહૂર્ત શુ છે અને પ્રદોષ વ્રત પ્રદોષ વ્રતના શુ લાભ થાય છે. 
 
પ્રદોષ વ્રતનુ મહત્વ 
 
પૌરાણિક માન્યતાઓ અનુસાર ભગવાન શિવ સહેલાઈથી પ્રસન્ન થાય છે.  તે આદિ છે, તે જ અંત છે. તેમનાથી જ જીવન છે અને તેમનાથી જ મૃત્યુ છે. તે મહાકાલ છે. જે લોકો ત્રયોદશીના દિવસે પ્રદોષ વ્રત રાખે છે તેમને રોગોથી મુક્તિ મળે છે, જીવનમાં સુખ અને સમૃદ્ધિ મળે છે. દુ:ખ અને પાપનો નાશ થાય છે. જે લોકોને કોઈ સંતાન નથી, તે લોકોના વંશ વૃદ્ધિ માટે સંતાન પ્રાપ્તિનો આશીર્વાદ મળે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર