વૈશાખ અને બુદ્ધ પૂર્ણિમાનુ મહત્વ
વૈશાખ પૂર્ણિમા પર ગંગામાં સ્નાન કરવાનું ખૂબ મહત્વ છે. આ દિવસે ગંગા ઘાટ પર સ્નાન કરવાથી પાપમાંથી મુક્તિની સાથે જીવનમાં સુખ-શાંતિ મળે છે. આ સાથે ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.. એવુ કહેવાય છે કે મહાત્મા બુદ્ધ શ્રી હરિ વિષ્ણુનો નવમો અવતાર છે. હિન્દુઓ ઉપરાંત બૌદ્ધ ધર્મના લોકો આ દિવસને બુદ્ધ જયંતીના રૂપમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સ્નાન, દાન અને પૂજા કરવાથી તમારી બધી મુશ્કેલીઓ દૂર થાય છે. કારણ કે આ તહેવાર ખૂબ જ પવિત્ર અને ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે મીઠું દાન કરવાથી ગૌદાન દાન કરવા જેટલું ફળ મળે છે. આ સિવાય જો તમે અજાણતાં કોઈ પાપ કર્યું હોય તો આ દિવસે ખાંડ અને તલનું દાન કરવાથી આ પાપથી મુક્તિ મળે છે.
આ દિવસે પૂજા કેવી રીતે કરવી
આ દિવસે પૂજા કરવા માટે પહેલા ભગવાન વિષ્ણુની પ્રતિમાની સામે ઘી ભરેલું વાસણ મૂકો. આ સાથે તલ અને ખાંડ પણ મૂકો.. ત્યારબાદ તલના તેલથી દીવો પ્રગટાવો અને ભગવાનની પૂજા કરો. આ દિવસે બોધિવૃક્ષની પૂજા કરવામાં આવે છે. તેની શાખાઓને કલરફુલ ધ્વજ અને હારથી સજાવાય છે. ઉપરાંત, તેની જડમાં દૂધ અને સુગંધિત પાણી ચઢાવાય છે. તેમજ દીવો પ્રગટાવવામાં આવે છે.
વૈશાખ પૂર્ણિમાના દિવસે સવાર સવારે શ્રી હરિ વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાનનુ વિશેષ મહત્વ છે. આ દિવસે ધર્મરાજની પૂજા કરવાની પણ માન્યતા છે. એવુ કહેવાય છે કે સત્યવિનાયક વ્રતથી ધર્મરાજ ખુશ હોય છે. એવુ કહેવાય છે કે ધર્મરાજ મૃત્યુના દેવતા છે તેથી તેમના પ્રસન્ન થવાથી અકાળ મોતનો ભય ઓછો થઈ જાય છે.