Angarki Chaturthi 2021: અંગારિકી ચતુર્થી, જાણો શુભ મુહુર્ત અને પૂજા વિધિ અને વ્રત કથા

સોમવાર, 1 માર્ચ 2021 (18:28 IST)
અંગારિકી ચતુર્થી શુભ મુહુર્ત અને પૂજા વિધિ 
 
ફાગણ કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ અને મંગળવારનો દિવસ છે. ચતુર્થી તિથિર રાત્રે 3 વાગ્યા સુધી ર હેશે.  જે સંકષ્ટ ચોથ મંગળવારના દિવસે આવે છે તેને અંગારિકી ચતુર્થી કહે છે.  અંગારકી ચતુર્થીનો સીધો સબંધ મંગળ ગ્રહ સાથે છે અને મંગળ એક તેજ ગ્રહ છે.  આવો જાણીએ શુભ મુહુર્ત 
 
અંગારકી ગણેશ ચતુર્થી શુભ સમય
ચતુર્થીની તારીખ પ્રારંભ - 02 માર્ચ સવારે 05 વાગીને 48 મિનિટથી 
ચતુર્થી તિથિ સમાપ્ત - 3 માર્ચ સવારે 02 વાગીને 59 મિનિટ સુધી. 
 
 
અંગારકી ગણેશ ચતુર્થી પૂજા વિધિ 
 
સવારે બ્રહ્મા મુહૂર્તામાં ઉઠીને બધી ક્રિયાઓથી પરવારીને સ્નાન કરો પછી ગણપતિનું ધ્યાન કરો. આ પછી, એક પાટલા પર સ્વચ્છ્હ પીળુ કપડુ પાથરો  અને આ કપડાની ઉપર ભગવાન ગણેશની મૂર્તિ મૂકો. હવે ગંગાજળ છાંટો અને સમગ્ર સ્થાનને પવિત્ર કરો. આ પછી, ફૂલોની મદદથી ગણપતિને જળ ચઢાવો. આ પછી રોલી, અક્ષત અને ચાંદીનુ વર્ક લગાવો. આ પછી લાલ રંગ, જનોઈ, દૂર્વા, પાનમાં સોપારી, લવિંગ, ઈલાયચી અને થોડી મીઠાઇ ચઢાવો.  ત્યારબાદ નારિયળનો ભોગ અને મોદક અર્પિત કરો.  ગણેશજીને દક્ષિણા અર્પિત કરી તેમને 21 લાડુઓનો ભોગ લગાવો. બધી સામરી ચઢાવ્યા પછી ધૂપ, દીપ અને અગરબત્તીથી ભગવાન ગણેશની આરતી  કરો. ત્યારબાદ આ મંત્રનો જાપ કરો. 
 
વક્રતૃળ્ડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ 
નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષૂ સર્વદા.. 
 
અથવા ૐ શ્રી ગં ગણપતયે નમ:નો જાપ કરો. 
 
છેવટે ચંદ્રમાના આપેલ મુહુર્તમાં અર્ધ્ય આપીને તમારા વ્રતને પૂર્ણ કરો. 
 
ચોથના દિવસે મૂળાનુ સેવન ન કરશો.  આ દિવસે તલનુ સેવન કરવુ અને દાન કરવુ શુભ માનવામાં આવે છે. 
 
 
પૌરાણીક માન્‍યતા અનુસાર અંગારકી ચોથ સાથે પણ એક ધાર્મિક માન્‍યતા સંકળાયેલ છે. આવો આપણે જોઇએ... કહેવાય છે કે ભારદ્રાજ ઋષિ ગણેશજીના પરમ ભક્‍ત હતા. તો તેમના પણ અંગારા ઋષિ પણ પિતાના પગલે ગણેશજીના ભક્‍ત બન્‍યા. અને માત્ર ભક્‍ત નહી પરંતુ અનન્‍યભાવથી વિધ્‍નહર્તાની ભકિત કરવા લાગ્‍યા તેમની તપસ્‍યા અને ભાવ જોઇને ભગવાન ગણેશ તેમનાં પર પ્રસન્‍ન થયા અને તેમને એક વરદાન માંગવાનું કહ્યું.
 
આ વેળાએ અંગારા ઋષિએ ભારે નમ્રતાથી કહ્યુ હુ હાથ જોડવા માંગુ છું ભગવાન ગણેશ આ સાંભળી સહજ હસ્‍યા આ દિવસે કૃષ્‍ણા ચર્તુથી હતી. આથી આ દિવસથી યોગ અને સંયોગ જોઇને વદ ચર્તુથી અને મંગળવારના દિવસે આવતા યોગ અને અંગારક ચર્તુથી નામ અપાયું. આ ચર્તુથી ચંદ્રોદય સુધીની હોય છે. આ દિવસે ભક્‍તો ઉપવાસ કરીને ભગવાન ગણેશની પુજા કરીને પારણા કરે છે.
 
અંગારકી સંકષ્ટ ચતુર્થી, ગણેશ ઉપાસના માટેનો વિશેષ દિવસ ગણવામાં આવે છે. શ્રદ્ધાળુઓ આ દિવસે 'ગણેશયાગ' કરશે. એટલું જ નહીં ગણેશ ઉપાસકો 'ગણપતિ અથર્વશીર્ષ', 'સંકષ્ટનાશન ગણેશસ્તોત્ર' વગેરે સ્તોત્રનું પઠન કરીને વિધ્નહર્તા દેવને પ્રસન્ન કરશે.
 
આ દિવસે ઓમ્ ગં ગણપતયે નમઃ - આ મંત્રની યથાશક્તિ માળા પણ કરવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે કોઈપણ વ્યકિતને પોતાના મહત્ત્વના કાર્યોમાં અવારનવાર વિધ્ન કે મુશ્કેલી પડતી હોય અથવા કાર્ય વારંવાર અધૂરા રહેતા હોય ત્યારે તેમણે શ્રદ્ધાપૂર્વક આ ચોથ કરવાથી અટકેલાં કાર્યો કે વિધ્નો ગણેશજીની કૃપાથી દૂર થાય છે. આ દિવસે વિદ્યાસુખદાતા, ભગવાન ગણેશજી અને મનનાં સ્વામી એવા ચંદ્રમાની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લંબોદર એવા ગણેશજીને દૂર્વા, લાલ ફૂલ અર્પણ કરવામાં આવે છે તો મોદક પણ ધરાવવામાં આવે છે.
 
અંગારકી ચતુર્થી  31 જુલાઈ ચંદ્રોદય સમય  રાત્રે 09:41 વાગે 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર