હિન્દુ ધર્મ - શ્રાવણમાં નીલકંઠ મહાદેવના દર્શન અને જળભિશેકનું મહત્વ

સોમવાર, 14 જુલાઈ 2014 (17:10 IST)
શ્રાવણ મહિનો ભગવાન  ભોલેનાથનો માસ  છે.શાસ્ત્રો મુજબ આ આખા મહિનો  ભગવાન શિવ ધરતી પર રહે છે. તેથી દરેક શિવલિંગ પર શિવનો વાસ હોય છે.  
 
પરંતુ જે મહત્વ શ્રાવણમાં નીલકંઠ મહાદેવના દર્શન અને જળાભિશેકનું  છે તે અદભુત અને  અનન્ય છે. 
 
પુરાણોમા જણાવ્યું છે કે સમુદ્ર મંથનના સમયે જ્યારે સમુદ્રનો અંત કરવા કાળુ  વિષ નિકળવા લાગ્યુ તો બધા દેવતાઓ ભગવાન  ભોલેનાથ પાસે રક્ષા માટે  પ્રાર્થના કરવા લાગ્યા. . 
 
ભગવાન શિવે પોતાની અંજલિમાં આ ઝેર ને લઈને પી લીધું . ઝેર પીવાથી ભગવાન શિવનું કંઠ વાદળી થઈ ગયો  આથી શિવજી  નીલેકંઠ કહેવાયા. 
 
એવું માનવું છે કે ભોલેનાથે જ્યાં વિષ પિધુ હતું તે સ્થાન ઋષિકેશ પર્વતથી લગભગ 50 કિમીની દૂર આવેલું છે. ઝેર પીવાથી શિવ અહીં બેભાન થઈ ગયા હતાં 
 
બ્રહ્માજીના કહેવાથી  દેવતાઓએ  જડીબૂટી સાથે ભગવાન શિવનો અહી જળાભિષેક કર્યો  તે પછી જ ભગવાન પુન: ચેતનામાં આવ્યા . આ  ઘટનાનું પ્રતીક રૂપે ત્યાં એક શિવલિંગ પ્રગટ થયું જે નીલકંઠના નામથી  ઓળખાય છે.  
 
 ભગવાન શિવનો પ્રથમ અભિષેક નીલકંઠમાં  થયો હતો. તે પછી જ શિવનો જળાભિષેક કરવાની પરંપરા શરૂ  થઈ. આથી આ શિવલિંગ  પર જળાભિશેક ખૂબ જ પુણ્ય્દાયી ગણાય છે.  
 
જે મહિનામાં શિવજીએ ઝેર પીધું  હતું અને તેમનો  જળાભિષેક દેવતાઓએ કર્યો હતો  તે શ્રાવણ મહિનો હતો. આથી શ્રાવણમાં  નીલકંઠ મહાદેવને  જળભિશેક કરવો ઉત્તમ ગણાય છે . 

વેબદુનિયા પર વાંચો