સોનું પગમાં કેમ ન પહેરવું જોઈએ ?

શુક્રવાર, 5 ફેબ્રુઆરી 2016 (01:36 IST)
સોનાના અભૂષણ ગરમ  તાસીરના  હોય છે ચાંદી શીતળ હોય છે.  આયુર્વેદ મુજબ માણસનું  માથું ઠંડુ અને પગ ગરમ  રહેવા જોઈએ  આથી માથા પર સોના અને પગમાં ચાંદીના આભૂષણ જ ધારણ  કરવા જોઈએ. આનાથી માથા દ્વારા ઉત્પન્ન ઉર્જા પગમાં અને ચાંદીથી ઉતપન્ન ઠંડક માથામાં જશે. આથી માથું ઠંડુ અને પગ ગરમ  રહેશે. 
 
ચાંદીની પાયલ  પહેરવાથી પીઠ, એડી, ઘૂંટણના દુખાવા અને હિસ્ટીરીયા રોગોથી રાહત મળે છે. માથા અને પગ બન્ને તરફ  સોનાના આભૂષણ પહેરવાથી માથા અને  પગમાં સમાન ગરમ  ઉર્જા પ્રવાહિત થશે, જેનાથી માણસ રોગગ્રસ્ત થઈ શકે છે. 
 
ઝાંઝર  ચાંદીની હોવી જોઈએ. આ હમેશા પગમાં ઘસાય  છે જે મહિલાઓના  હાડકા માટે ઘણી લાભકારી છે. આનાથી તેના પગના  હાડકાને મજબૂતી મળે છે. 
 
હિન્દુ સંસ્કૃતિમાં સોનાને દેવતાઓનો આભૂષણ કહેવાય છે આથી સોનાના ઝાંઝરને પગમાં પહેરવા અપશકુન ગણાય છે. આ જ કારણ છે કે ઝાંઝર ચાંદીની જ બનાવાય છે.  
 

વેબદુનિયા પર વાંચો