સંસાર સાગર તરી જવા માટે પંચમહા યજ્ઞ કરવા જોઇએઃ આર્ય સમાજ

બુધવાર, 24 સપ્ટેમ્બર 2014 (14:52 IST)
યજ્ઞમાં હોમવામાં આવતી સામગ્રી તથા ઘી તે વસ્‍તુનો વેડફાટ નહી, પરંતુ વાયુ શુધ્‍ધ કરવા માટેનું દાન છે. યજ્ઞમાં હોમવામાં આવતું ઘી તથા સામગ્રી, અણુ, પરમાણું સ્‍વરૂપમાં ફેરવાય છે. અને હજારો ઘન મીટર વાયુ શુધ્‍ધ કરે છે. આ વાત ઋષિમુનીઓ જ નહી પરંતુ અત્‍યારનું વિજ્ઞાન પણ કહે છે તેમ ચંદ્રેશજી આર્ય જણાવેલ.

   આર્ય સમાચાર દ્વારા વેદ પ્રચાર અભિયાન ચલાવાય છે. સતત છઠા વર્ષે પણ ચાલુ રહેલ આર્ય સમાજના મંત્રી હસમુખભાઇ પરમાર આર્યવીર દળના યુવાનો, આર્ય વીરાંગના દળની બહેનો તથા આર્ય સમાજ દ્વારા ૪પ દિવસ સુધી ઘરે ઘરે યજ્ઞ કરાવેલ. દરેક ઘરે યજ્ઞ કઇ રીતે કરવો તે શિખડાવેલ. તેમજ વેદનો પ્રચાર કરેલ.

   આર્ય સમાજ દ્વારા વેદ પ્રચાર અભિયાન પૂર્ણાહતી કાર્યક્રમ યોજાયેલ. તેમાં ચંદ્રેશજીએ મનનીય પ્રવચન આપેલ.

   શ્રી ચંદ્રેશજી આર્યએ જણાવેલ કે મનુષ્‍યે, મનુષ્‍યપણું ખોઇ દીધું છે. તેનાથી સંસારમાં પ્રશ્નો સર્જાયા છે. તરવાનું ન જાણ પાણીમાં ડુબી જાય છે. સંસાર સાગર તરી જવા માટે પંચમહા યજ્ઞ કરવા અનુરોધ કરેલ.

   (૧) બ્રહ્મયજ્ઞ, (૨) દેવ યજ્ઞ, (૩) બલિ વૈશ્વદેવ યજ્ઞ, (૪) પિતૃ યજ્ઞ તથા (પ) અતિથિ યજ્ઞ કરવા અનુરોધ કરેલ.

   ઇશ્વરની ઉપાસના એ બ્રહ્મયજ્ઞ છે. સવાર-સાંજ હવન-સંધ્‍યા કરવા જોઇ. સો કામ છોડી સમયસર સ્‍નાન કરવું જોઇએ. હજાર કામ છોડી સમયસર ભોજન કરવું જોઇએ. લાખ કામ છોડી સવાર-સાંજ ઇશ્વર પ્રાર્થના કરવી જોઇએ.

   એક અઠવાડીયું સમયસર સ્‍નાન, ભોજન તથા પ્રાર્થના કરી જુઓ જીવન બદલાય જશે.

   ચંદ્રેશજી આર્યે જણાવેલ કે વસ્‍તુદાન કરતા અન્નદાનનું મહત્‍વ છે. તેનાથી પણ વધુ યજ્ઞનું મહત્‍વ છે. તેનાથી શુધ્‍ધ થતો વાયુ, શત્રુઓને પણ લાભકારી હોય છે.

   પિતૃયજ્ઞ તથા અતિથિ યજ્ઞમાં માતા-પિતા તથા અતિથિઓની સેવા કરવા અનુરોધ કરેલ.

   આર્યાવંશી રામદેવજીએ પોતાના સુખના બદલે બીજાના સુખની ચિંતા કરવા અનુરોધ કરેલ. કુટુંબમાં બીજાના સુખને મહત્‍વ આપવામાં આવે તો તે ઘર સ્‍વર્ગ બની જશે.

વેબદુનિયા પર વાંચો