મૃત્યુ પછી આત્માની યાત્રા આ રીતે શરૂ થાય છે - જાણો મૃત્યુ પછી શુ ?

બુધવાર, 19 ઑગસ્ટ 2015 (16:31 IST)
ઘરતી પર તમે અનેક શહેર અને ગામ જોયા હશે. પણ ધરતીથી અલગ પણ એક દુનિયા છે. જ્યા આ દુનિયાને છોડ્યા પછી મનુષ્યને જવુ પડે છે. આ દુનિયામાં વ્યક્તિ પોતે નથી  જતો પણ યમના બે ભયાનક દૂત લઈને જાય છે. જેટલા ભયાનક યમના દૂત હોય છે તેનાથી પણ ભયાનક અને ખતરનાક આ ગામ હોય છે. 
 
- આ ગામની સંખ્યા એક નહી પણ પુરી સોળ છે અને જીવનમાં પાપ કર્મ કરનારા મનુષ્યને આ બધા ગામોમાં જુદા જુદા પ્રકારના કષ્ટોનો સામનો કરતા અંતમાં યમપુરી પહોંચવાનુ હોય છે. આ ભયાનક ગામ વિશે ગરુડ પુરાણમાં વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યુ છે. 
 
આ ગામનુ નામ છે સૌમ્યપુર, સૌરિપુર, ગન્ધર્વપુર, શૈલગામ, ક્રૌચપુર, વિચિત્ર ભવન, બહવાપદપુર, દુ:ખપુર, નાનાક્રન્દપુર, સુતપ્તભવન, રૌદ્રપુર, પયોવર્ષણપુર, શીતાઢ્યપુર અને બહુભીતિપુર.  
 
 
ભગવાન વિષ્ણુએ ગરુડને કહ્યુ છે કે આ ગામના માર્ગમાં ન તો વિશ્રામ માટે વૃક્ષની છાયા છે કે ન તો અન્ન વગેરે. જેનાથી પ્રાણોની રક્ષા થઈ શકે.  માર્ગમાં પ્રલયકાળના સમાન અનેક સૂર્ય ચમકતા છે. જેનાથી પિંડથી બનેલ શરીર તપતુ રહે છે. પીવા માટે પાણીનુ એક ટીપુ પણ રસ્તામાં ક્યાય મળતુ નથી. 
 
- આ માર્ગમાં એક અસિપત્રનુ નામ વન છે. આ વનમાં કાગડો, ઘુવડ, ગીધ, મધુમાખી, મચ્છર અને અનેક સ્થાને જંગલની આગ છે. આ બધાથી મુક્તિ મેળવતા પ્રેતઆત્મા ક્યારેય મળ-મૂત્ર અને રક્તના કીચડમાં પડે છે તો ક્યારેક અંધારા કૂવામાં પડીને છટપટે છે. 
 
- આ રસ્તામાં પ્રાપ્ત થનારા કષ્ટ એટલા ભયાનક છે કે જેને વાંચીને મન ભયભીત થઈ શકે છે. ગરુડ પુરાણમાં મૃતક સંસ્કારથી લઈને મૃત્યુ પછીની સ્થિતિનુ વર્ણન મળે છે. 

વેબદુનિયા પર વાંચો