નારિયળને લક્ષ્મીનું સ્વરૂપ ગણાય છે. આથી દરેક પૂજા અને માંગલિક કાર્ય પર નારિયળનો પ્રયોગ કરવામાં આવે છે. એમાં પણ એકાક્ષી નારિયળ એવું છે જે ખૂબ જ શુભ અને ચમત્કારી ગણાય છે. તમે પણ આ નારિયળ થી જીવનને સફળતા તરફ લઈ જઈ શકો છો.
એકાક્ષી નારિયળથી લાભ મેળવાના ઉપાય જાણતા પહેલા આ જાણી લો આ નારિયળ બીજા નારિયળોથી કેવી રીતે જુદુ છે. સામાન્ય નારિયળના ઉપરની બાજુ ત્રણ કાળા નિશાન હોય છે. જ્યારે એકાક્ષી નારિયલના મુખ પર માત્ર એક જ નિશાન હોય છે.
પૂજા ઘરમાં દેવી લક્ષ્મી સાથે આ નારિયળને રાખો અને નિયમિત ચંદન, કેસર અને રોલી થી એની પૂજા કરો . જ્યારે પણ કોઈ મહ્ત્વપૂર્ણ કાર્ય માટે જાવ ત્યારે આ નારિયળ પર લાગેલા ચંદનથી તિલક કરો. આવું કરવાથી કાર્યમાં સફળતાની શકયતા વધી જાય છે.
એકાક્ષી નારિયળને નકારાત્મક ઉર્જા રોકનારુ ગણાવ્યુ છે. ઘરમાં એના હોવાથી તંત્ર-મંત્ર , જાદૂ ટોના અને ઉપરી તાકતના પ્રભાવથી ઘરના લોકો સુરક્ષિત રહે છે.
વ્યાપારમાં ઉન્નતિ અને લાભ અને વૃદ્ધિ માટે એકાક્ષી નારિયળમાં કાણું કરી તેમાં ઘી ભરી દો. આ નારિયળની અગ્નિમાં આહુતિ આપો.
ઘરમાં ઉન્નતિ અને સુખ સમૃદ્ધિ માટે એકાક્ષી નારિયળ લાવી પૂજા સ્થાન પર મુકી દો. આ નારિયળની ગિરિથી બીજા દિવસે હવન કરો. માન્યતા છે કે આથી ભાગ્ય પ્રબળ થાય છે અને ઉન્નતિના માર્ગ ખુલે છે.