કંમ્પ્યુટર ચલાવતા કેમ ખુશ રાખે ભગવાન વિશ્વકર્માને

બુધવાર, 17 સપ્ટેમ્બર 2014 (15:39 IST)
આજે આશ્વિન કૃષ્ણ નવમી તિથિ છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે દેવશિપલ્પી વિશ્વકર્માનો જન્મ આ જ તિથિએ થયું હતું .આથી દરેક વર્ષે આશિવન કૃષ્ણ  નવમી તિથિને વિશ્વકર્મા જયંતીના અવસર પર ભક્તો વિશ્વકર્મા  પૂજા કરે છે. દેવશિલ્પી વિશ્વકર્મા જ દેવતાઓ માટે મહલ,અસ્ત્ર-શસ્ત્ર ઘરેણાં  વગેરે બનાવવાનો કામ કરે છે. તેથી તે દેવતાઓ માટે પણ આદરણીય છે. 
 
ઈન્દ્રના સૌથી શક્તિશાળી અસ્ત્ર વજ્રનો નિર્માણ પણ વિશ્વકર્માએ જ કર્યું. શાસ્ત્ર મુજબ ભગવાન વિશ્વકર્માએ સૃષ્ટિની રચનામાં બ્ર્હ્માની સહાયતા કરી અને સંસારની રૂપ રેખાનો નક્શો તૈયાર કરેલ. માન્યતા છે કે વિશ્વકર્માએ ઉડીસામાં સ્થિત ભગવાન જગન્નાથ સાથે ,બલભદ્ર અને શુભદ્રાની મૂર્તિનો નિર્માણ પણ વિશ્વકર્માના હાથોથી જ થયું મનાય છે. 
 
 
લંકાનો નિર્માણ વિશ્વકર્માએ કર્યું 
 
રામાયણમાં વર્ણન મળે છે કે ભગવાન શિવે પાર્વતીથી લગ્ન પછી વિશ્વક્ર્માથી સોનાની લંકાનો નિર્માણ કરવાયું હતું. શિવજીએ રાવણને પંડિતના રૂપે બોલાવ્યો . પૂજા પછી રાવણે ભગવાન શિવથી દક્ષિણામાં સોનાની લંકા જ માંગી લઈ. સોનાની લંકાને જ્યારે હનુમાનજીએ સીતાની શોધ દરમ્યાન જલાવી દીધું ત્યારે રાવણે ફરીથી વિશ્વકર્માને બોલાવી તેનાથી સોનાની લંકાનો પુન:નિર્માણ 
કરાવ્યું . 
 
વિશ્વકર્માની પૂજા આજના યુગમાં 
 
દેવશિલ્પી હોવાને કારણે ભગવાન વિશ્વકર્મા મશીનરી અને શિલ્પી ઉધોગથી સંકળાયેલા લોકો માટે પ્રમુખ દેવતા . વર્તમાનમાં દરેક માણસ કોઈ ના કોઈ મશીનરીનો ઉપયોગ જરૂર કરે છે. જેમ કે કમ્પ્યુટર, મોટર સાઈકિલ ,પાણીની મોટર, વિજળીના સાધન  વગેરે. ભગવાન વિશ્વકર્મા આ બધાના દેવતા કહેવાય છે. આવી માન્યતા છે કે વિશ્વક્ર્માની પૂજા કરવાથી મશીનરી લાંબા સમય સુધી સાથ નિભાવે છે અને જરૂરના સમયે દગો નથી કરતી. વિશ્વકર્માની પૂજાનો એક સરળ ઉપાય છે કે તમે જે મશીનરીનો ઉપયોગ કરો છો તેની આજે સાફ-સફાઈ કરો. તેમની દેખરેખમાં જે પણ ખામી છે તેની જાંચ કરી તેને દુરૂસ્ત કરો અને પોતેથી આ વાયદો કરો કે તમે તમારી મશીનરી નો પૂરો ખ્યાલ રાખશો. વિશવકર્માની પૂજાનો આ અર્થ નહી કે તમે એના ફોટા પર ફૂલ ચઢાવી છોટા થઈ  જાઓ.  
 

વેબદુનિયા પર વાંચો