- જગતનો નાથ બહેન અને ભાઈ સાથે નગરચર્યાએ નિકળ્યો
- વિજય રૂપાણી અને નીતીન પટેલે દોરડું ખેંચી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો
- પહિંદ વિધિ સંપન્ન, ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ , મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોનાની સાવરણીથી કરી પહિંદ વિધિ
- રથયાત્રામાં 17 હાથી, 101 ટ્રક જોડાશે. ટ્રકો મોડી પડતી હોવાથી રથયાત્રા પણ મોડી પડતી હોવાનું ધ્યાનમાં રાખી આ વખતે વહેલી આવનારી પ્રથમ 30 ટ્રકને 3 લાખનું ઈનામ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ મગ, કેરી, જાંબુ, દાડમનો પ્રસાદ મોકલ્યો છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અને DyCM નીતીન પટેલએ માથે સાફો પહેર્યો
પહિંદ વિધિ સંપન્ન થયા બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના રથ રથયાત્રા માટે પ્રસ્થાન કરશે