મુખ્તલિફ હદીસો, એટલે હજરત મુહમ્મદના કથન અને કર્મથી મોહરમની પવિત્રતા અને આની કિંમતની જાણ કરાવે છે. આવી રીતે જ હજરત મોહમ્મદ સ.અ.વ એ એક વખત મોહરમ વિશે જણાવતાં કહ્યું હતું કે તે અલ્લાહનો મહિનો છે. તેને જે ચાર પવિત્ર મહિનાઓમાં રાખવામાં આવ્યાં છે તેમાંથી બે મહિના મોહરમ પહેલાં આવે છે. આ બંને મહિના છે જિકાદા અને જીલહિજ્જ.