Budget - , કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ રૂ.૨૫૩૮ કરોડની જોગવાઇ
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (14:50 IST)
રાજ્યના યુવાનો આર્થિક રીતે પગભર થઈ રોજગારીની ઉચ્ચ તકો મેળવે તે માટે તેમને કૌશલ્યબદ્ધ કરવા અમારી સરકાર કાર્યરત છે. ઔદ્યોગિક અને સેવાક્ષેત્રોમાં નવા નવા કૌશલ્યની જરૂરિયાત ઊભી થાય છે. આ કુશળ માનવ બળની જરૂરિયાત પૂરી પાડવા કૌશલ્ય વિકાસના નવા ક્ષેત્રોનો વિકાસ કરી રોજગારીની તકો પુરી પાડવા સરકાર સતત પ્રયત્નશીલ છે. શ્રમિકોની સુખાકારી માટે સરકાર કાયદાકીય રીતે અને કલ્યાણકારી યોજનાઓ થકી પગલા લઇ રહી છે.
•બાંધકામ શ્રમિકોને કામના સ્થળથી નજીક રહેઠાણની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવા શ્રમિક બસેરા સ્થાપવા માટે `૫૦૦ કરોડની જોગવાઇ.
•ITIના નવા બાંધકામ તથા સુદ્રઢીકરણ માટે `૨૩૯ કરોડની જોગવાઇ.
•અદ્યતન કુશળતા પ્રદાન કરવા પાંચ ITI ને મેગા ITI માં રૂપાંતરિત કરવા માટે `૧૫૫ કરોડની જોગવાઇ.
•શ્રમિકોને `૫ ના નજીવા દરે ભોજન ઉપલબ્ધ કરાવવા માટેની શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત `૮૫ કરોડની જોગવાઇ.
•કૌશલ્યા- ધ સ્કીલ યુનિવર્સિટીના વિકાસ તેમજ યુવાનોને ડ્રોન તાલીમ જેવા ઉભરતા કૌશલ્યના વિવિધ અભ્યાસક્રમોમાં તાલીમ માટે `૪૮ કરોડનું આયોજન.
•વિવિધ એકમો ખાતે એપ્રેન્ટિસને તાલીમ લેવા માટે પરિવહન સુવિધા પૂરી પાડવા માટે `૩૬ કરોડની જોગવાઈ.
•GIDC વિસ્તારમાં સ્થાનિક યુવાધન માટે લોકલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વોકેશનલ એક્સેલન્સ (LIVE) યોજના માટે `૨૫ કરોડની જોગવાઇ.
•મહિલા એપ્રેન્ટિસને પ્રોત્સાહન આપવા વધારાના સ્ટાઇપેન્ડ માટે `૧૬ કરોડની જોગવાઇ.
•ગુજરાત એપેક્સ ઈન્સ્ટીટ્યુટને વિકસાવવા માટે `૧૧ કરોડની જોગવાઇ.
•ઔદ્યોગિક વિસ્તારની માંગ આધારિત ક્લસ્ટર બેઝ્ડ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર માટે `૫ કરોડની જોગવાઇ.
•ડ્રોન મેન્યુફેકચરીંગ એન્ડ ટ્રેનિંગ લેબોરેટરી (Drone MANTRA) દ્વારા ડ્રોન ટેકનોલોજીના અભ્યાસક્રમો અને સંશોધન માટે `૪ કરોડની જોગવાઇ.
•શ્રમિકોના બાળકો માટે આંગણવાડી, ઘોડિયાઘર, તેમજ આરોગ્ય ચકાસણી કેન્દ્રની સ્થાપના માટે `૩ કરોડની જોગવાઇ.
•મહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન ખાતે સેફટી લેબની સ્થાપના માટે `૧ કરોડની જોગવાઇ.