Year Ender 2023: Google પર ભારતીયોએ આ વર્ષે આ ટોપિક્સ પર ખૂબ કર્યું સર્ચ, જુઓ આખું લીસ્ટ
બુધવાર, 20 ડિસેમ્બર 2023 (10:51 IST)
Top Trending Searches in India 2023: 2023 વર્ષ પૂરું થવામાં હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આ સમયે યર એન્ડર વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. આ વર્ષે લોકોએ કયા વિષયો સૌથી વધુ સર્ચ કર્યા તે જાણવા માટે લોકોમાં ભારે ઉત્તેજના છે. કયો વીડિયો જોવામાં આવ્યો, કઈ એપનો ઉપયોગ કરવામાં આવ્યો, વર્ષની સૌથી મોંઘી પ્રોડક્ટ, વર્ષના ટ્રેન્ડિંગ વિષયો વગેરે. તાજેતરમાં, ગૂગલ દ્વારા વર્ષ અંતના સંદર્ભમાં એક યાદી બહાર પાડવામાં આવી હતી જેમાં તે જણાવવામાં આવ્યું હતું કે 2023 માં ગૂગલ પર કયા વિષયો સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા.
વર્ષ 2023 ઘણી રીતે ખૂબ જ ખાસ હતું. ટેક્નોલોજીથી લઈને રાજકારણ સુધીના ક્ષેત્રોમાં ઘણા મોટા ફેરફારો થયા. Chandrayaan-3 નું સફળ લેન્ડિંગ હોય કે પછી G20 જેવી મોટી ઈવેન્ટનું આયોજન. આ બધાએ વિશ્વભરના લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું. ભારતીય યુઝર્સે પણ ગૂગલ પર ક્રિકેટ વર્લ્ડ કપને ખૂબ સર્ચ કર્યું હતું.
તમને જણાવી દઈએ કે ગૂગલે Top Trending Searches in Indiaની કુલ 12 લિસ્ટ બહાર પાડી છે. આ લીસ્ટમાં How To, What is, Near Me, Sport Events વગેરેની ટોપ સર્ચ વિશે માહિતી આપવામાં આવી છે. ચાલો અમે તમને દરેક વિભાગની ટોચની 5 શોધ વિશે માહિતી આપીએ.
2023માં News Event ના ટોપ 5 સર્ચ
1 Chandrayaan-3
2 Karnataka Election Result
3 Israel News
4 Satish Kaushik
5 Budget 2023
2023 માં What is ના ટોપ 5 સર્ચ
1 What is G20
2 UCC Kya hai (What is UCC)
3 What is Chat GPT
4 Hamas Kya hai (What is Hamas)
5 28 Sep 2023 ko kya hai (What is on 28 Sep 2023)
2023 માં How To ના ટોપ 5 સર્ચ
1 How to prevent Sun Damage for Skin And Hair with Home remedies