સરકાર તરફથી સતત મળી રહેલ સપોર્ટ અને વધતા પેટ્રોલ ડીઝલના ભાવોને જોતા હવે લોકો ઈલેક્ટ્રિક વ્હીકલ્સની તરફ આગળ વધી રહ્યા છે. જેને કારને ઈલેક્ટ્રિક વ્હીકલ્સના વેચાણમાં સતત વધારો થઈ રહ્યો છે. જો 2021ની સરખામણી કરવામાં આવે તો 2022 ઈલેક્ટ્રિક વાહનો અને ખાસ કરીને ઈ-કારના વેચાણ માટે શ્રેષ્ઠ વર્ષ રહ્યું છે. 2022 ના નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલથી અત્યાર સુધીમાં, ચાર લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું છે. જેમાં કાર, ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનો સમાવેશ થાય છે.
ફક્ત ઓક્ટોબરમાં જ 1 લાખથી વધુ ઈ વ્હીકલ યૂનિટ્સનુ વેચાણ નોંધવામાં આવ્યુ
2020-21ના આંકડા જોવા જઈએ તો 48179 યૂનિટ્સનુ વેચાણ થયુ હતુ.
બીજી બાજુ 2023 માં, ઇલેક્ટ્રિક વાહનને લઈને ઘણી આશાઓ છે. એવું માનવામાં આવે છે કે 2023માં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણનો આંકડો 6 લાખને પાર કરી શકે છે. સાથે જ તાજેતરમાં જ ભારતના ઉદ્યોગ પ્રધાન મહેન્દ્ર નાથે પણ માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે હાઇબ્રિડ અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ફેમ ઇન્ડિયા ફેઝ ટુ લાગુ કર્યો છે. આ અંતર્ગત લોકોને ઇલેક્ટ્રિક વાહનો લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. આ સાથે તેમના મેન્યુફેક્ચરિંગને પણ પ્રોત્સાહન આપવામાં આવશે..