Year Ender 2022: વજન ઘટાડવાના મામલે આ 5 વેટ લૉસ ટેકનીક રહી હિટ, લોકોએ ખૂબ કરી ફોલો

શુક્રવાર, 9 ડિસેમ્બર 2022 (16:16 IST)
Weight Loss Trends of 2022: નવા વર્ષની શરૂઆત થાય છે તો દરેક વ્યક્તિ કોઈને કોઈ રેજોલ્યુશન લે છે.  આ રિઝોલ્યુશનમાં પહેલો નંબર વજન ઘટાડવાનો છે. જે લોકો ખરેખર વજન ઘટાડવા માંગે છે, તેઓ નવા વર્ષના વજન ઘટાડવાના વલણને અનુસરવાનું શરૂ કરે છે. વર્ષ 2022માં પણ સોશિયલ મીડિયાની સાથે વજન ઘટાડવાના ઘણા ટ્રેન્ડ સમાચારોમાં રહ્યા. જો તમે તમારા માટે યોગ્ય વજન ઘટાડવાનો આહાર અને વર્કઆઉટ પ્લાન પસંદ કરો છો, તો તમે વજન ઘટાડવાના તમારા લક્ષ્યમાં સફળ થઈ શકો છો. આ આખું વર્ષ લોકોએ વજન ઘટાડવાની કઈ ટેકનિક કે ડાયટ અપનાવી હતી, ચાલો અહીં જાણીએ.
 
ઈંટરમિટેંટ ફાસ્ટિંગ 
 
ફાઈનેંશિયલ એક્સપ્રેસ ડૉટ કૉમમાં છપાયેલા એક સમાચાર મુજબ, આ વર્ષે વજન ઓછુ કરવા માટે લોકોની ટૉપ ચ્વાઈસ બની રહી છે ઈંટરમિટેંટ ફાસ્ટિંગ વેટ લૉસ ડાયેટ ટેકનીક. આ વેટ લૉસ ટેકનીકમાં લોકો આખો દિવસ એક ચોક્કસ સમય પર ભોજન કરે છે અને બાકીના સમય ફાસ્ટ કરે છે. કેટલાક દસકાઓથી એંટરમિટેંટ ફાસ્ટિંગનુ ચલણ ખૂબ વધ્યુ છે.  જેમા 16/8 કલાક મુજબ ડાયેટ પ્લાન નક્કી કરવામાં આવે છે.  તમે 8 કલાક ખાઈ શકો છો  અને બાકીના 16 કલાક ઉપવાસ કરવો પડશે. જો તેનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તો તમે વજન ઘટાડવામાં સફળ રહી શકો છો. આ દરમિયાન નિષ્ણાતો તમને સ્વસ્થ આહારની સલાહ આપે છે.
 
કીટો ડાયેટ 
 
કીટો ડાયેટને પણ વજન ઘટાડવા માટે લોકોએ આ વર્ષે ખૂબ ફોલો કર્યુ. કીટો ડાયેટમાં કાર્બનુ સેવન ઓછુ કરવામાં આવે છે. સાથે જ તેમા ફૈટ સૌથી વધુ માત્રામાં, ત્યારબાદ પ્રોટીન અને પછી કાર્બોહાઈડ્રેટ્સને સામેલ કરવામાં આવે છે. જો કે આ ડાયેટ એપિલેપ્સીથી પીડિત દર્દીઓને આપવામાં આવતી હતી.  પણ હવે લોકો તેને વજન ઘટાડવા માટે ફોલો કરવા લાગ્યા છે. લો કાર્બ અને હાઈ ફેટ ડાયેટ લેવાથી વજન ઝડપથી ઓછુ થાય છે. તેમા પ્રોટીન હોય છે જે ભૂખને રેગુલેટ કરે છે. મેટાબૉલિક રેટને વધારે છે. જેનાથી લીન મસલ માસ પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. કીટો ડાયેટમાં માસ, માછલી, ચિકન, મીટ, ઈંડા, સી ફુડ, બ્રોકલી, ફુલગોબી, ટામેટા, નટ્સ, સીડ્સ, કાજૂ,  બદામ વગેરે ખાઈ શકો છો. 
 
પ્લાંટ બેસ્ડ પ્રોડક્ટ્સ 
 
આ વર્ષે પ્લાંટ આધારિત ફુડ્સ કે ડાયેટને પણ લોકોએ વજન ઓછુ કરવા માટે ખૂબ ફોલો કર્યુ. પ્લાંટ બેસ્ટ ફુડ્સનુ સેવન કરવાથી શરીરને બધા પ્રકારના ન્યૂટ્રિએંટ્સ પ્રાપ્ત થાય છે. જે વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમા ફળ, શાકભાજીઓ, આખા અનાજ, ફળીઓ, દાળ નટ્સ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ બધા વજનને ઘટાડવામાં ખૂબ લાભકારી સાબિત થાય છે. મુખ્ય રૂપથી તેનુ સેવન શાકાહારી લોકો કરે છે. પ્લાંટ બેસ્ટ ડાયેટ શરીર માટે હેલ્ધી પણ માનવામાં આવે છે. જો કે તેમા એ જ ફુડ્સ  સામેલ થાય છે. જે છોડ દ્વારા મળે છે. તેમા માસ માછલી, પ્રોસેસ્ડ ફુડ સામેલ થતા નથી. આ ડાયેટને ફોલો કરવાથી કોલેસ્ટ્રોલ લેવલ પણ નોર્મલ રહે છે. 
 
મેડિટરેનિયન ડાયેટ 
 
મેડિટરેનિયન ડાયેટને પણ આ વર્ષે ઘણા લોકો દ્વારા અપનાવવામાં આવ્યો. આ ડાયેટને યોગ્ય રીતે ફોલો કરવાથી વજન ઓછું કરવું સરળ બને છે. આમાં તાજા ફળો, લીલા શાકભાજી, આખા અનાજ, માછલી, બદામ, કઠોળ, ઓલિવ તેલ વગેરેનો સમાવેશ થાય છે.. સાથે જ સીમિત માત્રામાં ડેયરી પ્રોડક્ટ્સ, મીટ, ઈંડા પણ ખાઈ શકો છો. જેમા રિફાઈંડ શુગર, પ્રોસેસ્ડ ફુડ્સ બિલકુલ પણ સામેલ કરવામાં આવતા નથી. આ ડાયેટ શરીર માટે સુરક્ષિત અને હેલ્ધી હોય છે.  મેડિટરેનિયન ડાયેટ ફોલો કરવાથી હાર્ટ હેલ્થ અને બ્લ્ડ ગ્લુકોઝ લેવલ યોગ્ય બન્યુ રહે છે. 
 
 હોમ વર્કઆઉટ 
 
વજન ઘટાડવા માટે યોગ્ય ડાયેટ સાથે વર્કઆઉટ પણ જરૂરી છે. જો કે કોરોના મહામારીના કારણે વર્ક ફ્રોમ હોમનો કૉનસેપ્ટ આવ્યો. જે સાથે જ હોમ વર્કઆઉટ પર પણ લોકોએ ધ્યાન આપવુ શરૂ કરી દીધુ. આ વર્ષે હોમ વર્કઆઉટમાં લોકોને ડાંસિગ, જુમ્બા, કાર્ડિયો, યોગ સેશન, વેટ લિફ્ટિંગ પર ખૂબ હાથ અજમાવ્યો જેથી ખુદને હેલ્ધી અને ફિટ રાખી શકે. ઘરેથી વર્કઆઉટ કરીને વજન ઓછુ કરવાનો આઈડિયા જિમ જવાના મુકાબલે બજેટ ફ્રેંડલી પણ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર