22 માર્ચ જળ દિવસ - આપણે પાણી બનાવી શકતા નથી, એટલે પાણી બચાવો
શનિવાર, 21 માર્ચ 2015 (14:18 IST)
કાલે તા.૨૨ના રોજ સમગ્ર દેશમાં રાષ્ટ્રિય જળ દિવસની ઉજવણી કરવામાં આવશે. આગામી દાયકામાં ભારત સહિત વિશ્વના ઘણા દેસોમાં પાણીની તીવ્ર તંગી પડવાના એંધાણ વર્તાઇ રહ્યા છે ત્યારે પાણીનો મહત્તમ કરકસરપૂર્વક ઉપયોગ કરવા ઉપર જળ સંચયના હિમાયતીઓએ ભલામણ કરી હતી.
પ્રકૃતિના પાંચ તત્વો, જળ, ભૂમિ, હવા, અગ્નિ, આકાશ જેમાં અતિ મહત્વનું જળ છે. જેના માટે સમગ્ર રાષ્ટ્ર તા.૨૨ના જળ દિવસ તરીકે ઉજવે છે. ભારતમાં વહેતી ગંગા, જમના, સરસ્વતી નદીને માતા કહીને વંદન કરીએ છીએ જળનુ પુજન કરીએ જ્યારે માનુ દુધ (ધાવણ)નો ક્યારેય દુર ઉપયોગ કરતા નથી તો નદી માતાના જળનો બગાડ શા મો ? વિશ્વની સમગ્ર ભુમિ ઉપર ત્રણ ભાગમાં જળ છે જ્યારે એક ભાગમાં ભુમિ છે જ્યાં માનવો વસવાટ કરીએ છીએ. આપણા શરીરમાં ત્રણ ભાગનુ લીકવીડ છે જ્યારે એક ભાગમાં હાડ, માસ, પેશીઓ આવેલ છે. જળ વગર જીવન અશક્ય છે. એટલે જ કહેવાયુ છે, જળ એ જ જીવન, જળ એ કુદરતની દેન છે. જળના સદગુણના ફાયદા અનેક છે પાણી સ્વચ્છતા લાવે છે, પાણી પારદર્શક છે સ્પષ્ટ જોઇ શકાય છે જેવી જગ્યા મળે તે રીતે સમાય જાય છે. પાની રે પાની તેરા રંગ કેસા જીસમે મિલાવો ઉસ જૈસા, પરંતુ કહેવાતા બુધ્ધિજીવી માનવે પેટાળમાં આડા, ઉભા દારો બનાવીને ધરતીમાતાને ચીરીને જળ મેળવવાનો પ્રયત્નો કર્યા છે.
વર્તમાન સમય પાણીના તળ ખુબ જ ઉંડા ઉતરી ગયા છે. પાણી વિના ફળ, ફુલ, ઝાડ લીલોતરી સુકાઇ ગઇ છે. માનવ પાણી બનાવી ના શકે પરંતુ પાણીનો બચાવ કરી શકે તેમ છે. પાણીને બચાવો પાણી તેમને બચાવશે, આવશ્યક, જરૃરી ઉપયોગ જરૃર કરો પણ અતિબગાડ નહી. બ્રહ્માકુમારીઝ માઉન્ટઆબુ સ્થિત જ્ઞાાન સરોવરમાં એક એક પાણીના ટીપાનો વોટર રીટ્રીટમેન્ટ પ્લાન્ટ વડે પુનઃ વપરાશ ફળ, ફુલ, ઝાડને પાવામાં આવે છે. જેના લીધે માનવ સર્જીત કુદરતી કમાલ છે. હરીયાળી ક્રાન્તી સર્જવામાં આવી છે. હાલ પણ જોવા લાયક સ્થળ છે એ એક લ્હાવો છે. કેરળ રાજ્યને ગોડ ગીફટ કહેવામાં આવે છે કારણ કે, ત્યાં પ્રચુરમાત્રામાં વૃક્ષોનું વાવેતર હરીયાળી, કુદરતી પ્રાકૃતિક સોંદર્ય છે.
માનવ જીવનમાં જળ સાથેનો ધનિષ્ઠ સંબંધ રહેલો છે. જન્મ સાથે જ જળ વડે શરીરને સ્વચ્છ કરવામાં આવે છે, અંતિમ વેળાએ મૃત્યુ સમયે અગ્નિદાહ પહેલા જળ વડે સ્નાન કરાવવામાં આવે છે. મનની શુધ્ધી માટે જ્ઞાાનસાગર પરમપિતા પરમાત્મા શિવ ના મહાવાક્યોનુ શ્રવણ, નિત્ય સતસંગ, જ્ઞાાન જળ વડે મન બુધ્ધી સંસ્કાર, જીવન શુધ્ધ થાય છે. સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છે મહી પરીએજ પાઇપ લાઇન જીવાદોરી સમાન સાબીત થયેલ છે. રાષ્ટ્રીય વોટર ડે. નિમિત્તે જળએ જીવન, પાણી બચાવો પાણી તમને બચાવશે. પાણી આવે હૈયુ હરખે, રહે ન કોઇ હવે તરસે.