રક્ષા મંત્રી રોબર્ટ ગેટ્સ અફઘાનિસ્તાન પહોંચ્યાં

ભાષા

સોમવાર, 8 માર્ચ 2010 (17:26 IST)
અમેરિકાના રક્ષા મંત્રી રોબર્ટ ગેટ્સ આજે સવારે અફઘાનિસ્તાન પહોંચી ગયાં. ગેટ્સ અહી ટોચના સૈન્ય અને પ્રશાસનિક અધિકારીઓથી બેઠક કરશે. જ્યારે બીજી તરફ ઈરાનના રાષ્ટ્રપતિ મહમૂદ અહમદીનેજાદ પોતાના પડોશી દેશ અફઘાનિસ્તાનની સ્થિરતાની દૃષ્ટિએ રાષ્ટ્રપતિ હામિદ કરજઈથી વાતચીત કરવા માટે આજે સોમવારે એક દિવસીય પ્રવાસ પર રવાના થશે.

ગેટ્સ યુદ્ધ પ્રભાવિત દેશમાં અમેરિકા અને નાટો ટુકડીની આતંકવાદ નિરોધક રણનીતિની સમીક્ષા કરશે. રાષ્ટ્રપતિ બરાક ઓબામાં દ્રારા વધુ 30,000 સૈનિકોને અહીં મોકલવામાં આવ્યાં બાદ કાંબુલમાં તેમની આ પ્રથમ સમીક્ષા બેઠક હશે.

ગેટ્સે કહ્યું કે, મારજાહમાં તાલિબાન વિરુદ્ધ ગત મહીનાથી શરૂ થયેલું અભિયાન પ્રોત્સાહન આપનારું છે. મારજાહ અભિયાને વિસ્તારના મોટાભાગના આંતકીઓને ઉખાડી ફેક્યા છે. તેણે સકારાત્મક સંકેત કહ્યાં બાદ પણ ગેટ્સને ચેતાવણી આપતા કહ્યું કે, લોકોને હજુ પણ સમજવાની જરૂરિયાત છે ઇકે, આગળ ઘણી કઠીન લડાઈ છે.

વેબદુનિયા પર વાંચો