પેટ્રોલ ડીઝલના ભાવમાં મળશે રાહત, સરકાર વેટમાં ઘટાડો કરી શકે છે

મંગળવાર, 15 જૂન 2021 (16:48 IST)
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો ઝીંકાતા જીવન જરૂરિયાત તમામ ચીજવસ્તુઓ મોંઘી બની છે. ગૃહિણીઓના બજેટ ઉપર અસર પડી છે,  કોરોનાના કપરા કાળમાં વિવિઘ વસ્તુઓના ભાવમાં અસહ્ય વધારાથી સામાન્ય પ્રજાની સંપૂર્ણ કમર તુટી ગઈ છે , તે ખાટા પદાર્થ હોય કે પછી પેટ્રોલ - ડિઝલના ભાવ હોય . બીજી તરફ પેટ્રોલ ડિઝલના ભાવ કુદકે ને ભૂસકે વધી રહ્યા છે. આવામાં સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે . રાજ્ય સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સામાન્ય જનતાને રાહત મળે તેને લઈને વિચારણામાં છે . સરકારે પટ્રોલ અને ડીઝલ પર વસુલાતો વૈટ  30 ટકા સુધી ઘટાડવા પર વિચારણ કરી રહી છે . હાલ પેટ્રોલ અને ડીઝલ પર 20 રૂ .વેટ અને 4 રૂ. શેષ લાગે છે, આમ કુલ રૂ . 24 જેટલો ટેક્સ વસુલવામાં આવે છે. 
 
ગુજરાતે ભૂતકાળમાં અનેક આફતોનો સામનો કર્યો છે તાજેતરમાં જ ગુજરાતે તાઉતે નામના ભયંકર વાવાઝોડાનો સામનો કર્યો છે પણ ગુજરાતની ખમીરવંતી જુસ્સેદાર પ્રજા અને સંવેદનશીલ સરકારે આ આફતની સામે ન ઝૂકીને તુરંત એવી પહેલ કરી જે પહેલાથી ગુજરાતનો વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તાર તરત જ ધબકતો થયો . આ માટે ગુજરાત સરકારે જાહેર કરેલી ત્વરીત કેશડોલની સહાય અસરગ્રસ્તોની ચિંતાને હળવી કરી છે . ઉલ્લેખનીય છે  કે રાજ્યમાં કોરોનાને કારણે આશરે અઢી લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું જેથી તેમની રોજી રોટી બંધ થઇ ગઇ ત્યારે સંવેદનશીલ ગુજરાત સરકારે રાજ્યના એકપણ પરિવારનું ગાડુ અટકે નહીં તેની હરહંમેશ ચિંતા કરી છે . અને જ્યારે જ્યારે આવી કોઇ આફત આવી છે ત્યારે ત્યારે કેશડોલરૂપી સહાય ચૂકવીને રાજ્ય સરકારે એક વડીલ તરીકેની ભૂમિકા અદા કરી છે. હવે મોંઘવારીનો માર ઝીલી રહેલી પ્રજા પર સરકાર વધુ એક રાહતના રૂપે પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડીને અને વીજળીમાં પણ પર યુનિટ રાહત આપવા પર વિચાર કરી રહી છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર