દિલ્હીમાં પ્રથમ વખત ડીઝલ કરતા પેટ્રોલના ભાવ વધી ગયા છે. આજે રાજધાની દિલ્હીમાં ડીઝલના ભાવ 80 રૂપિયા વટાવી ગયા છે. પેટ્રોલમાં 21 પૈસાના વધારા સાથે ભાવ વધીને 80.13 રૂપિયા પ્રતિ લીટર થયા છે. અને ડીઝલના ભાવમાં 17 પૈસાના વધારા બાદ ભાવ 80.19 પ્રતિ લીટર થઈ ગયા છે. પહેલીવાર એવું બન્યું છે કે એક લીટર ડીઝલનો ભાવ પેટ્રોલના ભાવ કરતા વધારે થઈ ગયો છે.
અમદાવાદમાં પેટ્રોલ કરતા ડીઝલ માત્ર 10 પૈસા જ સસ્તું છે. રાજ્યમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 21 પૈસા વધીને લિટરે 77.84 રૂપિયા થયા છે. તો આજે ડીઝલના ભાવમાં 17 પૈસાનો ભાવ વધીને લિટરે 77.70 રૂપિયા થયો છે. મહત્વનુ છે કે સતત 21 દિવસથી પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં પેટ્રોલ 77.67 રૂપિયા અને ડીઝલ 77.57 રૂપિયા,સુરત પેટ્રોલ 77.65 રૂપિયા અને ડીઝલ 77.56 રૂપિયા, સુરત પેટ્રોલ 77.60 રૂપિયા અને ડીઝલ 77.51 રૂપિયા છે.
લોકડાઉન દરમિયાન કેન્દ્રએ એક્સાઈઝ ડ્યૂટી વધારી હતી. ત્યારબાદ દિલ્હી સરકારે વેટ વધાર્યો. ડીઝલ પર હાલ દિલ્હીમાં 31.83 રૂપિયા એક્સાઈઝ લાગે છે. જ્યારે ગુજરાત સરકાર દ્વારા ટકા વેટ લગાવવામાં આવ્યો છે. એટલે કે બેઝ ટેક્સ જ મોંઘો થઈ ગયો. કારણ કે ક્રુડ ઓઈલના ભાવમાં રોજેરોજ વધારોઘટાડો થાય છે અને રૂપિયાના ડોલર સામે જે સ્થિતિ હોય છે તેની પણ અસર પડે છે. આથી ડીઝલના ભાવ વધ્યાં. જ્યારે ક્રુડ ઓઈલના ભાવ રોજ વધે ઘટે છે ત્યારે બંને ટેક્સ વધવાના કારણએ ટેક્સ બેઝ વધી ગયો.