Gautam Adani - રસપ્રદ તથ્ય અને વિવાદ જે કદાચ તમે નથી જાણતા

ગુરુવાર, 21 નવેમ્બર 2024 (14:47 IST)
Gautam Adani
ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962 ના રોજ ગુજરાતના અમદાવાદમાં થયો હતો. કોલેજ ડ્રોપઆઉટ થવા છતા તેમને પોતાના કરિયરની શરૂઆત  1980 ના દસકામાં મુંબઈની ડાયમંડ ઈંડસ્ટ્રીમાં કરી.  ત્યારબાદ તેમણે એક નાનકડી એગ્રી  ટ્રેડિંગ ફર્મ સાથે અડાણે ગ્રુપનો પાયો મુક્યો.  
 
 આજે અદાણી ગ્રુપ કોલ ટ્રેડિંગ, માઈનિંગ, પાવર જનરેશન ગ્રીન એનર્જી એયરપોર્ટ્સ અને સીમેંત જેવી વિવિધ ક્ષેત્રોમાં વિસ્તાર કરી ચુક્યા છે. ગૌતમ અદાણીએ 2030 સુધી દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જી પ્રોડ્યુસર બનવા માટે 70 અરબ ડોલર રોકાણ કરવાની જાહેરાત કરી છે.  
 
અદાણી ફાઉંડેશનથી સમાજ સેવામાં યોગદાન 
ગૌતમ અદાનીએ 1996માં પોતાની પત્ની પ્રીતિ અદાણીની આગેવાનીમાં અદાણી ફાંઉડેશનની સ્થાપના કરી. 
 
વર્તમાનમાં આ ફાઉંડેશન 18 રાજ્યોના 34 લાખ લોકોએ અભ્યાસ સ્વાસ્થ્ય અને આજીવિકાના ક્ષેત્રોમાં મદદ કરી રહ્યો છે. પ્રીતિ અદાણી વ્યવસાયે ડોક્ટર છે અને ડેંટલ સર્જરી (BDS) મા સ્નાતક છે. 
 
ગૌતમ અદાણી સાથે જોડાયેલા વિવાદ 
 
1. હિડનબર્ગ રિપોર્ટ અને મની લોન્ડરિંગનો આરોપ 
 જાન્યુઆરી 2023મા હિડનબર્ગ રિસર્ચ એ એક રિપોર્ટ રજુ કરી જેમા અડાણી ગ્રુપ પર મની મની લોન્ડરિંગ અને શેયર મૈનિપુલેશનનો આરોપ લગાવવામાં આવ્યો. 
 
રિપોર્ટ પછી  અદાણી એંટરપ્રાઈજેસના શેરની કિમંતોમાં ભારે ઘડાડો થયો 
20000 કરોડ રૂપિયાના ફોલોઓન પબ્લિક ઓફર (FPO) ને કેંસલ કરી દેવામાં આવ્યો. 
સુપ્રીમ કોર્ટે મામલાની તપાસ માટે 6 સભ્યોની કમિટીની રચના કરી. 
ગૌતમ અદાણીએ આ આરોપોને રદ્દ કરતા કહ્યુ, સત્યની જીત થઈ છે સત્યમેવ જયતે 
 
2. કોલસા ઈમ્પોર્ટ બિલમાં હેરાફેરીનો આરોપ 
 ફાઈનેંશિયલ ટાઈમ્સ અને ઓર્ગેનાઈઝડ ક્રાઈમ એંડ કરપ્શન રિપોર્ટિંગ પ્રોજેક્ટ (OCCRP) એ અદાણી ગ્રુપ પર આરોપ લગાવ્યો કે તેમને ઈંડોનેશિયાને સસ્તા ભાવ પર કોલસો ઈમ્પોર્ટ કર્યો અને બિલમાં હેરાફેરી કરી વધુ ભાવ બતાવ્યા. 
 
રિપોર્ટમાં બતાવવામાં આવ્યુ કે અદાણી ગ્રુપે તમિલનાડુના પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને લો-ગ્રેડ કોલસા હાઈ-ગ્રેડના રૂપમાં ઊંચી કિમંત પર વેચ્યો. 
 
2019થી 2021 ની વચ્ચે 30 શિપમેંટની તપાસમાં 582 કરોડની વધુ કિમંત નોંધવામાં આવી. 
 
3. સોલર એનર્જી કૉન્ટ્રેક્ટ માટે દગાબાજી-લાંચ આપવાનો આરોપ - ન્યૂયોર્કની ફેડરલ કોર્ટમાં થયેલ સુનાવણીમાં ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અરબોની દગાબાજી અને લાંચનો આરોપ લાગ્યો છે. યૂનાઈટેડ સ્ટેટ્સ અર્ટાર્નીનુ કહેવુ છે કે અદાણીએ ભારતમાં સોલર એનર્જી સાથે જોડાયેલ કૉન્ટ્રેક્ટ મેળવવા માટે ભારતીય અધિકારીઓને 265 મિલિયન ડોલર (લગભગ 2200 કરોડ રૂપિયા)ની લાંચ આપી કે આપવાની યોજના બનાવી રહ્યા છે.  
 
અડાણી ગ્રુપની ઉપલબ્ધિ 
 
અદાણી ગ્રીન એનર્જી: કંપનીનો પોર્ટફોલિયો 20 GW કરતાં વધુ છે.
 
એરપોર્ટ્સ: અદાણી ગ્રુપ ભારતમાં 7 મોટા એરપોર્ટનું સંચાલન કરે છે.
 
ડેટા સેન્ટર અને સિમેન્ટઃ અદાણીએ તાજેતરમાં ડેટા સેન્ટર અને સિમેન્ટ ઉદ્યોગમાં પણ પ્રવેશ કર્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર