નાણાકીય મંત્રી અરુણ જેટલી પાંચમી વાર સામાન્ય બજેટ રજુ કર્યુ. નાણાકીય મંતીએ નિર્ણય કર્યો કે કસ્ટમ ડ્યુટી વધારવામાં આવશે. નાણાકીય મંત્રીના કસ્ટમ ડ્યુટીના વધારવાના નિર્ણયથી મોબાઈલ, લેપટોપ, ટીવી અને ફ્રીજ મોંઘા થશે.
મેક ઈન ઈંડિયા હેઠળ સરકાર નવી કંપનીઓને પ્રોત્સાહન આપવા માંગી રહી છે. તેથી કસ્ટમ ડ્યુટી વધારવાથી ઈલેક્ટ્રોનિક આઈટમના ભાવ પણ વધી શકે છે. કારણ કે કંપનીઓએ આ વધેલા ભાવ ગ્રાહકો પાસેથી જ વસૂલશે.
ઉલ્લેખનીય છે કે આ સામાન વિદેશથી આયાત કરવામાં આવે છે. કસ્ટમ ડ્યુટી વધવાથી આ ઉત્પાદોને આયાત કરવા પર લાગનારો ખર્ચ વધી શકે છે. તેથી કંપનીઓ આ ઉત્પાદોને મોંધા કરી શકે છે.