નાણાકીય મંત્રી અરુણ જેટલી આજે લોકસભામાં મોદી સરકારનુ સતત પાંચમુ બજેટ રજુ કર્યુ. પોતાના બજેટ ભાષણમાં આજે અરુણ જેટલીએ જણાવ્યુ કે 4 વર્ષમાં ટેક્સ આપનારાઓની સંખ્યામાં વધારો થયો છે. 19.25 લાખ નવા ટેક્સ પેયર્સ વધ્યા છે. કાળા નાણા વિરુદ્ધના પગલાની અસર એ થઈ કે 90 હજાર કરોડ ટેક્સ કલેક્શન વધ્યુ છે. નાણાકીય મંત્રીએ ઈંકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. હવે ઈનકમ ટેક્સ સ્લેબ એ જ રહેશે જે 2017-18માં હતો
- 50 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીની આવક પર 10 ટકા સરચાર્જ
- 1 કરોડ રૂપિયાથી ઉપરની આવક પર 15 ટકા સરચાર્જ