KBC 13: ક્રિકેટ સાથે જોડાયેલા આ સવાલનો જવાબ નથી આપી શક્યા સહેવાગ અને ગાંગુલી, જીત્યા 25 લાખ

શનિવાર, 4 સપ્ટેમ્બર 2021 (13:44 IST)
કૌન બનેગા કરોડપતિ 13 માં ખાસ શાનદાર શુક્રવારમાં, ક્રિકેટ જગતના બે મહાન બેટ્સમેન હોટસીટ પર જોવા મળ્યા. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) અને પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ (Virender Sehwag) કૌન બનેગા કરોડપતિ 13 ની (Kaun Banega Crorepati 13) હોટ સીટ હતા. જ્યાં બંનેએ અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે ખૂબ મસ્તી કરી હતી.

 
કૌન બનેગા કરોડપતિ’ના  શાનદાર શુક્રવાર એપિસોડમાં સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગ એક ઉમદા હેતુ માટે આવ્યા હતા. આ શોમાંથી જીતેલી રકમથી લોકોને મદદ કરવાની તેમણે જાહેરાત કરી હતી.  જીતેલી રકમ સૌરવ ગાંગુલી ફાઉન્ડેશન અને વીરેન્દ્ર સહેવાગના ફાઉન્ડેશનને અપાશે.સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સહેવાગે દર્શકોને ઘણી અંદરની વાતો કહી હતી. અમિતાભ બચ્ચને પૂછ્યું કે વીરુ, અમે સાંભળ્યું છે કે, તમે મેચ રમતી વખતે ગીત ગાતા હતા તો  ગાતી વખતે તમે કેવી રીતે રમી શકતા હતા?  આ સવાલના જવાબમાં વીરુએ કહ્યું કે,  ‘ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં’ ગીત ગાતી વખતે ચોગ્ગા ફટકારતો હતો. ફિલ્ડિંગમાં કેચ છૂટે ને કોચ ગ્રેગ ચેપલ હોય તો એક ગીત લાગુ પડે એવું કહીને વીરુએ સૌરવ સામે ઈશારો કરીને ગાયું કે, ‘અપની તો જૈસે તૈસે , થોડી ઐસે યા વૈસે કટ જાયેગી’. બાદમાં કહે છે કે હું તો બચી જતો હતો પરંતુ દાદાનો ક્લાસ લેવાઈ જતો હતો. વીરુએ કહ્યું કે ઘણી વખત પાકિસ્તાન સાથેની મેચ દરમિયાન તેમના ખેલાડીઓ તેમને ગાવાની વિનંતી કરતા હતા.અમિતાભ બચ્ચને પૂછ્યું કે, અમે સાંભળ્યું છે કે સૌરવ તમે લોકોને ઘણી રાહ જોવડાવો છો  ?  તમે સ્ટીવ વોને 2001માં ટોસ માટે રાહ જોવડાવી હતી ?  સૌરવે જવાબ આપ્યો કે, સાચું કહું તો, મને પહેલાં મારું બ્લેઝર નહોતું મળતું.   ટોસ માટે મને બોલાવવામાં આવ્યો અને  હું જઈ રહ્યો હતો ત્યારે કોઈએ કહ્યું કે બ્લેઝર ક્યાં છે. મેં કહ્યું કે, મને બ્લેઝર આપો. મને બીજા કોઈનું બ્લેઝર આપવામાં આવ્યું અને હું મેદાનમાં ગયો. સ્ટીવ વો લાંબા સમયથી ઉભો હતો તેથી તેને ગુસ્સો આવ્યો હતો. એ ટેસ્ટ મેચ અમે જીતી ગયા હતા. ત્યારથી મને આ મારું ગૂડ લક લાગવા લાગ્યું

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર