ટોક્યો પૈરાલિંપિકમાં પહેલા ગોલ્ડ મેડલના નિકટ ભારત, ભાવિનાબેને ટેબલ ટેનિસમાં ઈતિહસ રચતા ફાઈનલમાં બનાવ્યુ સ્થાન

શનિવાર, 28 ઑગસ્ટ 2021 (15:16 IST)
ભારત ટોક્યો પેરાલિમ્પિક્સમાં પોતાનો પ્રથમ ગોલ્ડ મેડલ જીતવાની નિકટ પહોંચી ગયુ છે.  દેશના ટેબલ ટેનિસ ખેલાડી ભાવિનાબેન પટેલે આ ઇવેન્ટની ફાઇનલમાં ઇતિહાસ રચીને ક્લાસ 4 કેટેગરીમાં ચીનની મિયાઓ ઝાંગને 3-2થી બરાબરીની સ્પર્ધામાં હરાવી ઇતિહાસ રચ્યો છે. પટેલે વિશ્વના ત્રીજા નંબરના ખેલાડીને 7-11, 11-7, 11-4, 9.11, 11-8થી હરાવીને ભારતીય શિબિરમાં સૌને ચોંકાવી દીધા છે. 

 
હવે તેમનો સામનો વિશ્વની નંબર વન ખેલાડી ચીનની યિંગ ઝોઉ સાથે થશે. ગુજરાતના મહેસાણા જિલ્લામાં નાની કરિયાણાની દુકાન ચલાવતા હસમુખભાઈ પટેલની પુત્રી ભાવિનાને મેડલની દાવેદાર પણ માનવામાં આવતી ન હતી પરંતુ તેણીએ પોતાના પ્રદર્શનથી ઈતિહાસ રચી દીધો. 
 
બાર મહિનાની ઉંમરે પોલિયોનો શિકાર બનેલા પટેલે કહ્યું કે, 'જ્યારે હું અહીં આવી  ત્યારે મેં માત્ર મારું 100 ટકા આપવાનું વિચાર્યું હતું. જો તમે આમ કરી શકો તો તમને મેડલ આપોઆપ મળી જશે. એમ જ મેં વિચાર્યું
 
તેમએ કહ્યું, 'જો હું મારા આત્મવિશ્વાસ સાથે અને દેશવાસીઓના આશીર્વાદ સાથે આમ જ  રમતી રહીશ, તો મને આવતીકાલે ચોક્કસ ગોલ્ડ મળશે. હું ફાઇનલ માટે તૈયાર છું અને મારું 100 ટકા આપીશ.


વ્હીલચેર પર રમનાર પટેલે પ્રથમ ગેમ હારી હતી પરંતુ બાદમાં બંને ગેમ્સ જીતીને શાનદાર વાપસી કરી હતી. ત્રીજી ગેમ જીતવામાં તેમને માત્ર ચાર મિનિટ લાગી. ચોથી ગેમમાં ચીની ખેલાડીઓએ પુનરાગમન કર્યું હતું પરંતુ નિર્ણાયક પાંચમી ગેમમાં પટેલે ફાઇનલમાં પ્રવેશ માટે રોમાંચક વિજય નોંધાવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર