જો આચાર્ય ચાણક્યની નીતિઓની વાત કરીએ તો બતાવી દઈએ કે સાધારણ બાળક ચંદ્રગુપ્ત મૌર્ય એ.( Chandragupta Maurya )પણ તેમના વિચારોને અપનાવીને મગધ સામ્રાજ્ય પર રાજ કર્યુ. તેમની નીતિઓ એટલી પ્રભાવી હતી કે નંદ વંશનો નાશ પણ તેમની જ મદદથી થયો. ચાણક્યએ ફક્ત રાજનીતિ જ નહી સમાજ (Society) ના પણ દરેક વિષયનુ ઊંડાણથી નોલેજ અને પરખ હતી. આચાર્ય ચાણક્યે એક નીતિ શાસ્ત્રની રચના પણ કરી છે. જેમા તેમને સમાજના લગભગ દરેક વિષયો સાથે સંબંધિત જરૂરી વાતોનો ઉલ્લેખ કર્યો છે. આચાર્ય ચાણક્ય ( Chanakya Niti )ના નીતિ ગ્રંથમાં વ્યક્તિના જીવન સાથે જોડાયેલ અનેક મહત્વની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
લાઈફ કોચ કહેવાતા ચાણક્યએ પોતાની નીતિઓમાં જણાવ્યું છે કે વ્યક્તિનું વર્તન તેને જીવનમાં કેવી રીતે સુખ અને સમૃદ્ધિનું વાતાવરણ આપી શકે છે. આચાર્ય ચાણક્યએ પણ આવા લોકો વિશે જણાવ્યું છે, જેમને ઘણીવાર નુકસાન અને નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. જાણો આવા લોકો વિશે
ટાઈમનુ મહત્વ - આચાર્ય ચાણક્યના મતે જે લોકો સમયનું મહત્વ નથી સમજી શકતા તેઓને ઘણીવાર નિષ્ફળતાનો સામનો કરવો પડે છે. ચાણક્ય કહે છે કે આવા લોકો જલ્દી પરેશાનીઓ સાથે ઘેરાય જાય છે. વાસ્તવમાં, એક વખત પસાર થયેલો સમય પાછો આવતો નથી. કરિયર અને સ્થિર જીવન માટે દરેક ક્ષણ કિંમતી છે અને તેને હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ.
ગુસ્સો - આચાર્ય ચાણક્ય અનુસાર ગુસ્સો વ્યક્તિનો સૌથી મોટો દુશ્મન છે. જે લોકો ગુસ્સા પર કાબુ રાખી શકતા નથી, તેમને નુકસાનનો સામનો કરવો પડે છે. એટલું જ નહીં, નિષ્ફળતા પણ એવા લોકોને પરેશાન કરે છે. જોવા જઈએ તો ગુસ્સામાં ડૂબેલી વ્યક્તિને લોકો પસંદ કરતા નથી. સાથે જ આવા લોકો સાથે લોકોને બેસવું અને ઉઠવું ગમતું નથી.