આચાર્ય ચાણક્યનુ માનવુ હતુ કે ભગવાને મનુષ્યને વિશેષ ગુણો આપ્યા છે, જેનો દરેકે આદર કરવો જોઈએ. આ વિશેષ ગુણો માણસને પ્રાણીઓથી અલગ પાડે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ ગુણોમાં સુધારો કરવો જોઈએ. આચાર્યએ 5 કાર્યોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે જેઓ આ નથી કરતા તેમનું જીવન પ્રાણીઓ જેવું છે.
આચાર્ય ચાણક્યએ ચાણક્ય નીતિમાં એક શ્લોક દ્વારા કેટલાક ગુણો વિશે જણાવ્યું છે. શ્લોક છે- 'યેષાં ન વિદ્યા ન તપો ન દાનમ જ્ઞાનમ ન શિલમ ન ગુણો ન ધરમઃ, તે મત્ર્ય લોકે ભુવિ ભારભૂતા મનુષ્યરૂપેણ મૃગાશ્ચરન્તિ' આ શ્લોકમાં આચાર્યએ વિદ્યા, તપ, દાન અને નમ્રતાનું મહત્વ જણાવ્યું છે. તમે પણ જાણો તેના વિશે.